શોધખોળ કરો

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયો દાખલ

છોટા રાજને પોતાની તબિયત સારી ન હોવાની ફરિયાદ કરતાં તેને ગત 27મી જુલાઇએ દિલ્લી એઇમ્સ (All India Institute of Medical Sciences)માં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે છોટા રાજન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

નવી દિલ્હી:  અંડર વર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. છોટા રાજને પોતાની તબિયત સારી ન હોવાની ફરિયાદ કરતાં તેને ગત 27મી જુલાઇએ દિલ્લી એઇમ્સ (All India Institute of Medical Sciences)માં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે છોટા રાજન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

બે મહિના પહેલા છોટા રાજનનું કોરોનાના કારણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મોત થયું હોવાના ન્યૂઝ વાયરલ થયા હતા. જોકે ગણતરીની મીનિટોમાં જ એઈમ્સ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, છોટા રાજન હજી જીવે છે અને તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.

છોટા રાજનને 25 એપ્રિલે તિહાડ જેલમાંથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. છોટા રાજનની 2015માં ઈન્ડોનેશિયાથી ધરપકડ પછી નવી દિલ્હીની ઉચ્ચ સુરક્ષાવાળી તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. છોટા રાજન તિહાર જેલમાં હતો તે દરમિયાન તેને કોરોના થયો હતો. એપ્રિલ અંતમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી 26 એપ્રિલે તેને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં 1993માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં છોટા રાજન આરોપી હતો. છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિકાલજે હતું. 2015માં તેને ઈન્ડોનેશિયાથી ભારત પ્રત્યારપણ કરી લવાયો હતો. 26 એપ્રિલના રોજ તેને કોરોનાની સારવાર માટે એઈમ્સ લવાયો હતો. છોટા રાજન સામે બે ડઝનથી વધારે કેસ ચાલી રહ્યા હતા, જેમાંથી આશરે 4 કેસમાં તેને કોર્ટમાંથી સજા મળી ચૂકી હતી.  છોટા રાજન ઉર્ફ સદાશિવ તિહાડ જેલ પરિસરની જેલ નંબર 2ના ખૂબ જ સુરક્ષિત વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. છોટા રાજનને અલગ-અલગ કેસમાં 10 વર્ષ સુધીની સજા પણ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમ ક્યારેક એક જ ગેંગના સભ્યો હતો પરંતુ દાઉદના ભારત વિરોધી તાકતો સાથે મળ્યા બાદ છોટા રાજન તેનાથી અલગ થઈ ગયો હતો. બાદમાં દાઉદના માણસોએ બેંકોકમાં છોટા રાજન પર હુમલો પણ કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના પેટમાં એક મહત્વપૂર્ણ આંતરડામાં ખૂબ જ નુકસાન પહોચ્યું હતું.

બાદમાં છોટા રાજનને સીબીઆઈ દ્વારા જાહેર કરાયેલી ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધાર પર મલેશિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને વર્ષ 2015માં ભારત લાવવામાં આવ્યો હતો. ભારત લાવ્યા બાદ સુરક્ષાના કારણોસર તેને મુંબઈની જેલમાં ન રાખવામાં આવ્યો કારણ કે અહીં આશંકા હતી કે દાઉદ સમર્થિતન માણસો તેની સામે ષડયંત્ર રચી શકે છે અને મુંબઈની જેલમાં તેના પર હુમલો થઈ શકે છે. જેના કારણે છોટા રાજનને સજા ભોગવવા માટે દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Embed widget