શોધખોળ કરો
Advertisement
મોદી કેબિનેટનો બેટરી સ્ટોરેજને લઈને મોટો નિર્ણય, ઈલેક્ટ્રિક વ્હીકલને મળશે પ્રોત્સાહન
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બેટરી સ્ટોરેજ ખૂબજ મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડની બેટરી સ્ટોરેજ સાધનો આપણે આયાત કરીએ છે. આજે જે નવો પીએલઆઈ જાહેરા કરવામાં આવ્યો છે. તેના કારણે આ આયાતમાં ઘટાડો થશે સાથે જ ભારતમાં ઉત્પાદન પણ શરુ થશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બેટરી સ્ટોરેજને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 18,100 કરોડ રૂપિયાના પ્રોડક્શન લિંક ઈન્સેટિવને આજે મંજૂરી આપી દીધી છે. તેમાં 50 હજાર મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. જેના કારણે હવે ભારતમાં જ ઈલેક્ટ્રિક કારોની બેટરી બનશે.
કેન્દ્રીય મંત્રી આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બેટરી સ્ટોરેજ ખૂબજ મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડની બેટરી સ્ટોરેજ સાધનો આપણે આયાત કરીએ છે. આજે જે નવો પીએલઆઈ જાહેરા કરવામાં આવ્યો છે. તેના કારણે આ આયાતમાં ઘટાડો થશે સાથે જ ભારતમાં ઉત્પાદન પણ શરુ થશે.
જાવડેકરે કહ્યું કે, આ ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સને ખૂબજ વધારો મળશે. લાંબા સમય સુધી ચાલતી અને જલ્દી ચાર્જ થતી બેટરી વર્તમાન સમયમાં ખૂબજ જરૂરી છે. તે સિવાય સોલર પાવર પ્લાન્ટ ભારતમાં ખૂબજ સ્થાપવામાં આવ્યા છે. તેનાથી લગભગ 136000 મેગાવોટ સોલર વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ આ વીજળીનો ઉપયોગ દિવસે કરી શકીએ છે રાત્રે નહીં. એક ગ્રિડ હોય છે તેમાં ક્યારેક બેલેન્સિંગ કરવું પડે છે અને કામ કરવું પડે છે. જો બેટરી સ્ટોરેજ હશે તો આ કામ સરળ થઈ જશે. બેટરી સ્ટોરેજ શિપિંગ અને રેલવેમાં ખૂબજ ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજનું ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement