શોધખોળ કરો
Advertisement
કેન્દ્રીય મંત્રીનો અનોખો અંદાજ, પદભાર સંભાળવા સાયકલ પર પહોંચ્યા મંત્રાલય
જણાવીએ કે, પીએમ મોદીએ પોતાની નવી કેબિનેટમાં ડોક્ટર હર્ષવર્ધનને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. પ્રચંડ જનાદેશની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તામાં આવ્યા છે. શપથ ગ્રહણ બાદ મંત્રીઓએ તેના વિભાગની ફાળવણી થઈ ગઈ છે. કોઈએ પોદાનું પદ સંભાળી લીધું છે તો કોઈ સંભાળવા જઈ રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પોતાનો કાર્યભાર ગ્રહણ કરવા મંત્રાલય સુધી સાઈકલ લઈને પહોંચ્યા હતા.
જણાવીએ કે, પીએમ મોદીએ પોતાની નવી કેબિનેટમાં ડોક્ટર હર્ષવર્ધનને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ષન પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળવા માટે સાઈકલ લઈને મંત્રાલય પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને બાદમાં મંત્રાલય પહોંચી પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ મંત્રાલયના અધિકારીઓએ મંત્રીને ફૂલોનું બુકે આપીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પહેલા 30 મેના રોજ રાજ્યસભા સાંદ અને ભાજપ નેતા મનસુખ માંડવિયા પણ સાઈકલ લઈને મંત્રી પદના શપધ લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. મનસુખ માંડવિયાને આ વખતે શિપિંગ અને રસાયણ અને ફર્ટિલાઈઝર મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા છે.Delhi: Dr Harsh Vardhan arrives at Ministry of Health and Family Welfare on a bicycle, to take charge as the Union Minister for Health & Family Welfare. pic.twitter.com/8T6WVJtef1
— ANI (@ANI) June 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement