સોનિયાનું લક્ષ્ય પુત્રને PM બનાવવાનું, લાલુનો ટાર્ગેટ પુત્રને CM બનાવવાનો- પરિવારવાદના મુદ્દે શાહના વિપક્ષ પર પ્રહાર
Amit Shah News: અમિત શાહે કહ્યું આજે હું કોઈપણ મૂંઝવણ વિના કહી શકું છું કે સર્વાંગી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દરેક વ્યક્તિના વિકાસનું કામ નરેન્દ્ર મોદીજીના 10 વર્ષમાં જ થયું છે.
BJP National Convention: દિલ્હીમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય અધિવેશન બેઠકનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક ભારત મંડપમમાં યોજાશે. આ બેઠકમાં અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત તમામ અગ્રણી નેતાઓ હાજર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભત્રીજાવાદના મુદ્દે વિપક્ષને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના ભૂતપૂર્વ વચગાળાના અધ્યક્ષ સોનિયાના એકમાત્ર પુત્ર રાહુલ ગાંધીને પીએમ બનાવવાના છે, જ્યારે બિહારના ભૂતપૂર્વ સીએમ લાલુ યાદવ તેમના પુત્ર તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
મોદી રાજમાં દરેક વર્ગ,સમાજને સન્માન અપાયુંઃ શાહ
બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, '75 વર્ષમાં આ દેશે 17 લોકસભા ચૂંટણી, 22 સરકારો અને 15 વડાપ્રધાન જોયા છે. દેશની દરેક સરકારે પોતાના સમય પ્રમાણે વિકાસ લાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આજે હું કોઈપણ મૂંઝવણ વિના કહી શકું છું કે સર્વાંગી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દરેક વ્યક્તિના વિકાસનું કામ નરેન્દ્ર મોદીજીના 10 વર્ષમાં જ થયું છે. ગરીબોને વિનામૂલ્યે અનાજ અપાઈ રહ્યું છે. દરેક વર્ગ,સમાજને સન્માન અપાયું છે. દલિત, આદિવાસી, પછાત વર્ગોને સન્માન અપાયું છે, 2047માં આત્મનિર્ભર ભારત બનશે. કૉંગ્રેસે ફક્ત વોટ બેંક બનાવી, ગુલામીના પ્રતિકોથી આઝાદ થયા.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "INDI alliance and Congress party are destroying the spirit of democracy in the country. They coloured the democracy of the country with corruption, nepotism, appeasement and casteism. Such nepotistic parties were engaged in… pic.twitter.com/46EIFiDzoX
— ANI (@ANI) February 18, 2024
કોંગ્રેસ માત્ર વિરોધ જ કર્યોઃ શાહ
આ ઉપરાંત અમિત શાહે કહ્યું, કૉંગ્રેસે UCCનો વિરોધ કર્યો. કૉંગ્રેસે શ્રીરામના અસ્તિત્વને નકાર્યું. કૉંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે. કલમ 370 હટાવવાનો કૉંગ્રેસે વિરોધ કર્યો. ત્રિપલ તલાકનો કૉંગ્રેસે વિરોધ કર્યો. કૉંગ્રેસ તૃષ્ટીકરણની રાજનીતિ કરે છે. PFI પર સરકારે પ્રતિબંધ લગાવ્યો, કૉંગ્રેસ સનાતનનું અપમાન કરે છે.
INDIA ગઠબંધન દેશની રક્ષા ન કરી શકેઃ શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધનમાં કહ્યું, કૉંગ્રેસે ફક્ત કૌભાંડો કર્યા, દિલ્લીમાં AAPએ કૌભાંડો કર્યા. INDIA ગઠબંધનમાં પરિવારવાદ, INDIA ગઠબંધન દેશની રક્ષા ન કરી શકે. જળ,થળ અને અંતરિક્ષમાં કૉંગ્રેસે કૌભાંડ કર્યા. કૉંગ્રેસ લોકશાહીને ખતમ કરી. સૌને સમાન અવસર મળે તે લોકશાહીમાં જરૂરી છે. AAPએ શરાબથી લઈ સ્વાસ્થ્ય ક્ષેત્રે કૌભાંડો કર્યા.
#WATCH | Delhi: Union HM Amit Shah says, "What is their (INDIA alliance) objective in politics? PM Modi aims at self-reliant India. Sonia Gandhi's aim is to make Rahul Gandhi the PM , Pawar Saheb's aim is to make his daughter the CM, Mamata Banerjee's aim is to make her nephew… pic.twitter.com/lyx6slNRac
— ANI (@ANI) February 18, 2024