Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Operation Sindoor: સોમવારથી શરૂ થયેલી ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી

Operation Sindoor: લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોમવારથી શરૂ થયેલી ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. આ ચર્ચા આજે પણ ચાલુ રહેશે. અન્ય સાંસદોના પ્રસ્તાવો પછી આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન લોકસભાને સંબોધિત કરશે. આ દરમિયાન, તેઓ વિપક્ષને યોગ્ય જવાબ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે સમાપન ભાષણ આપશે.
PM Modi, Home Minister Amit Shah to address Lok Sabha today
— ANI Digital (@ani_digital) July 28, 2025
Read @ANI Story | https://t.co/eLwXkiDwuN#PMModi #HomeMinister #AmitShah #LokSabha pic.twitter.com/gqOlX6SNQj
આજથી રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થશે
આજથી રાજ્યસભામાં પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થશે. રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે ફાળવવામાં આવેલા કુલ 16 કલાકમાંથી કોંગ્રેસને લગભગ બે કલાક ફાળવવામાં આવ્યા છે, જે દરમિયાન રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં ચર્ચા શરૂ કરશે.
ટ્રમ્પના દાવા પર વિપક્ષ સરકારને ઘેરશે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાના વારંવારના દાવાઓ પર વિપક્ષ રાજ્યસભામાં પણ સરકારને ઘેરી શકે છે. ટ્રમ્પે જાહેર મંચ પરથી ઘણી વખત દાવો કર્યો છે કે તેમણે વેપાર બંધ કરવાની ધમકી આપીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કર્યું હતું. જોકે, તેમના દાવાને ભારત સરકારે પહેલાથી જ ફગાવી દીધો છે. પરંતુ, લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષે તેને મુદ્દો બનાવી દીધો છે.
વિપક્ષ વિદેશ નીતિ પર હુમલો કરી રહ્યો છે
રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ વિદેશ નીતિ પર સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે. રાહુલ અને વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતને અન્ય કોઈ દેશનો ટેકો મળ્યો નથી. આ ઉપરાંત, વિપક્ષ પહલગામ આતંકવાદી હુમલામાં સુરક્ષામાં ખામીનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરી રહ્યો છે.
ગઈકાલે લોકસભામાં શું થયું?
લોકસભામાં ચર્ચા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે હવે ભારત આતંકવાદી હુમલાઓ પર પાકિસ્તાનને ડોઝિયર મોકલતું નથી, પરંતુ કાર્યવાહી કરે છે. ભારતે દાવો કર્યો હતો કે 22 મિનિટના લશ્કરી કાર્યવાહીમાં 100 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. ગૌરવ ગોગોઈએ વિપક્ષ તરફથી ચર્ચા શરૂ કરી હતી. ગોગોઈએ સંરક્ષણ પ્રધાન પર ટ્વીટ કરીને જવાબો આપવાનો અને તથ્યોથી દૂર રહેવાનો આરોપ લગાવ્યો હતો. ગોગોઈએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓ, પહલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓ પહોંચવા, સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, સુરક્ષામાં ખામીઓ સહિત અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. ટીએમસીના કલ્યાણ બેનર્જીએ વડાપ્રધાનના ઘટતા કદ પર કટાક્ષ કર્યો હતો. ભાજપના અનુરાગ ઠાકુરે વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
જયશંકર અને રાજનાથ સિંહે લોકસભામાં વિપક્ષને યોગ્ય જવાબ આપ્યો
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે ઓપરેશન સિંદૂરના યુદ્ધવિરામનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે 22 એપ્રિલથી 17 જૂન સુધી વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ સીધી વાતચીત થઈ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એસ. જયશંકરે પરોક્ષ રીતે કહેવાનો પ્રયાસ કર્યો કે પાકિસ્તાન હારી રહ્યું છે. તેણે યુદ્ધવિરામની ઓફર કરી અને ભારતે તેનો સ્વીકાર કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓની કાર્યવાહી રોકવાની વિનંતી પર ભારતે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો હતો.





















