શોધખોળ કરો
Advertisement
દેશમાં આજથી અનલોક 3ની થઈ શરૂઆત, પણ આ રાજ્યોમાં હજુ છે લોકડાઉન, જાણો વિગત
ઓડિશા સરકારે શુક્રવારે ચાર જિલ્લા અને રાઉરકેલા શહેરમાં 31 ઓગસ્ટ સુધી શનિવાર અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. 1 ઓગસ્ટથી દેશમાં અનલોક-3ની શરૂઆત થઈ ગઈ છે. આજથી રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે અને યોગ સંસ્થા અને જીમ 5 ઓગસ્ટથી ખોલી શકાશે. દેશમાં અનલોક-3ની શરૂઆત થઈ ગઈ હોવા છતાં કેટલાક રાજ્યોમાં લોકડાઉન છે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. ગાઈડલાઇન અનુસાર, પાંચ ઓગસ્ટ સવારે 9 કલાકથી સાંજે 7 કલાક સુધી મોલ અને માર્કેટ કોમ્પલેક્સ ખુલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, મોલ અને માર્કેટ કોમ્પલેક્સમાં થિયેટર, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ નહીં ખુલે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ચાર લાખને પાર કરી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે આ લોકડાઉનને Mission Begin Again નામ આપ્યું છે.
તમિલનાડુઃ તમિલનાડુમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે રાજ્ય સરકારે લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. રવિવારે કોઈપણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે. જોકે 31 ઓગસ્ટ સુધી જાહેર કરાયેલા લોકડાઉનના દિશા નિર્દેશમાં કેટલીક છૂટ આપવામાં આવી છે.
બિહારઃ બિહારમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નવો આદેશ જાહેર કરીને લોકડાઉનને 16 ઓગસ્ટ સુધી લંબાવવાનો ફેંસલો કર્યો છે. ઓર્ડરમાં બિહાર સરકારે કહ્યું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.
ઓડિશાઃ ઓડિશા સરકારે શુક્રવારે ચાર જિલ્લા અને રાઉરકેલા શહેરમાં 31 ઓગસ્ટ સુધી શનિવાર અને રવિવારે લોકડાઉનની જાહેરાત કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં રાતે નવથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉન લાદવામાં આવશે. કોઈને આ વિસ્તારમાં પ્રવેશવા કે બહાર નીકળવાની છૂટ નહીં આપવામાં આવે.
ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ લાગુ કરવામાં આવેલું વીકેન્ડ હાલ પણ ચાલુ રહેશે. રાજ્યમાં કોરોનાના મામલામાં ઝડપથી ઉછાળો આવી રહ્યો છે. આ સંજોગોમાં સરકારે વીકેન્ડ લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.
મધ્યપ્રદેશઃ ભોપાલમાં કોરોના સંક્રમણને લઈ લાદવામાં આવેલું લોકડાઉન ચાલી રહ્યું છે. જે 4 ઓગસ્ટના રોજ પૂરું થશે, ત્યારબાદ લોકડાઉન આગળ લંબાવવાનું કે નહીં તેનો નિર્ણય લેવાશે.
હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં કોરોનાના કેસની સંખ્યા ઓછી હોવા છતાં રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.
પશ્ચિમ બંગાળઃ રાજ્ય સરકારે અઠવાડિયામાં બે દિવસના લોકડાઉનને 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું છે. રાજ્યમાં 5 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 16 ઓગસ્ટ, 17 ઓગસ્ટ, 23 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટે લોકડાઉન રહેશે.
ઝારખંડઃ ઝારખંડમાં કોઈ પણ છૂટ આપ્યા વગર મુખ્યમંત્રીએ 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં 468 નવા મામલા આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion