શોધખોળ કરો

દેશમાં આજથી થઈ અનલોક 5ની શરૂઆત, આ રાજ્યોમાં હજુ પણ રહેશે લોકડાઉન

અનલોક 5માં પણ દેશના કેટલાક રાજ્યોએ 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સીટિંગ કેપેસિટીની 50 ટકા ક્ષમતાથી આ ખોલી શકાશે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ અને કોચિંગ સંસ્થા 15 ઓક્ટોબર બાદ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. સ્કૂલ, સિનેમાં હોલ માર્ચ મહિનાથી બંધ છે. હવે અનલોક 5માં શરતો સાથે તેમને ખોલવાની અનુમતિ આપવામાં આવી છે.  અનલોક 5માં પણ દેશના કેટલાક રાજ્યોએ 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ દરમિયાન ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ રાજ્ય સરકારે 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે હોટલ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને બારને 5 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  આ ઉપરાંત ડબ્બાવાળાને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે તેમણે મુંબઈ પોલીસ પાસેથી ક્યૂઆર કોડ લેવો પડશે.  દેશમાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના કેસની સંખ્યા 13,84,446 પર પહોંચી છે. જેમાંથી  2,59,033 એક્ટિવ કેસ છે. જ્યારે 10,88,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 36,662 લોકોના મોત થયા છે. તમિલનાડુએ દેશમાં 31 ઓક્ટોબર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જોકે આ લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ આપવામાં આવશે.  AIADMKના એક ટ્વિટમાં આ જાણકારી આપવામાં આવી હતી. જોક સરકારે લોકડાઉન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત ચેન્નઈમાં એરપોર્ટ પર રોજની 100થી વધારે ફ્લાઇટને લેંડ થવાની મંજૂરી આપી છે. સરકારે કહ્યું કે, ફિલ્મ તથા સીરિયલ શૂટિંગમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. તમિલનાડુમાં કોરોનાના 46,281 એક્ટિવ કેસ છે. જ્યારે 5,36,209 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં કોરોનાથી 9453 લોકોના મોત થયા છે. જ્યારે ઓડિશામાં તમામ સરકારી ઓફિસો શનિ-રવિ બંધ રહેશે. ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકારની તમામ ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહેશે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
Embed widget