શોધખોળ કરો
Advertisement
ઉન્નાવ રેપ કેસ પર મોટો ચૂકાદોઃ ધારાસભ્ય કુલદીપ સેન્ગર દોષી જાહેર, કાલે સજા પર ચર્ચા
કોર્ટે સહ-આરોપી મહિલા શશી સિંહને પણ દોષી ઠેરવી છે. શશી સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેન્ગરની પાસે લઇને ગઇ હતી
નવી દિલ્હીઃ ઉન્નાવ ગેન્ગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સિંહ સેન્ગરને દોષી જાહેર કર્યો છે, કોર્ટે સહ-આરોપી મહિલા શશી સિંહને પણ દોષી ઠેરવી છે. શશી સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેન્ગરની પાસે લઇને ગઇ હતી, ત્યારબાદ સેન્ગરે પીડિતા સાથે દૂષ્કર્મ આચર્યુ હતુ. હવે સજા પર આવતીકાલે ચર્ચા થશે.
કોર્ટે કહ્યું કે, પીડિતાએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે આ કેસને મોડો રજિસ્ટર કરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, અમે પીડિતાના મનની વ્યથાને સમજીએ છીએ. કોર્ટે કહ્યું કે ગેન્ગરેપ વાળા કેસમાં સીબીઆઇએ એક વર્ષ ચાર્જશીટ દાખલ કરવામાં કેમ લગાવ્યુ? તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેન્ગર અને શશી સિંહને કલમ 120બી (ગુનાખોરી કાવતરુ), 363 (અપહરણ), 366 (લગ્ન માટે મજબૂર કરવા માટે એક મહિલાનુ અપહરણ કે ઉત્પીડન), 376 (દુષ્કર્મ અને અન્ય સંબંધિત કલમો) અને POCSO અંતર્ગત દોષી ઠેરવ્યો છે.Unnao rape & kidnapping case: Quantum of sentence to former BJP MLA Kuldeep Singh Sengar to be pronounced tomorrow. https://t.co/gMTNMBbOtP
— ANI (@ANI) December 16, 2019
Unnao rape and kidnapping case: Former BJP MLA Kuldeep Singh Sengar has been convicted by Delhi's Tis Hazari court. pic.twitter.com/nTl6O0fMOm
— ANI (@ANI) December 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement