શોધખોળ કરો
Advertisement
ઉન્નાવ રેપ કેસ: વહીવટીતંત્રના સમજાવટ બાદ પીડિતાના કરાયા અંતિમ સંસ્કાર, યોગી સરકાર આપશે 25 લાખનું વળતર
ઉત્તર પ્રદેશના સરકારે પીડિતાના પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે અને આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાશે તેનું પરિવારને આશ્વાસન આપ્યું છે.
લખનઉ: ઉત્તરપ્રદેશના ઉન્નાવની 23 વર્ષીય રેપ પીડિતાનું શુક્રવારે રાત્રે દિલ્હીની સફરજંગ હોસ્પિટલમાં મોત થયું હતું. તેના બાદ શનિવારે તેનો મૃતદેહ દિલ્લીથી ઉન્નાવ સ્થિત તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. વહિવટી તંત્રના પ્રયાસ બાદ ઉન્નાવ રેપ પીડિતાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આ પહેલા પીડિતાના પરિવારે માંગ કરી હતી કે જ્યાં સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે, જો કે વહિવટી મંત્ર અને પોલીસ અધિકારીઓના અશ્વાસન બાદ પીડિતાનો પરિવાર માન્યો હતો.
ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. પીડિતાના પરિવારે કહ્યું કે મૃતદેહનું અગ્નિ સંસ્કાર નહીં કરવામાં આવે.ગામમાં સમાધિ બનાવીશું.
મૃતકોના પરિવારે જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે સપાના એમએલસી સુનીલ સાજન, પૂર્વ ધારાસભ્ય ઉદય રાજ યાદવ અને પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્ર યાદવ સહિત અન્ય નેતાઓ હાજર હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીને પણ તૈનાત કરી દેવામાં આવી છે.Unnao: Mortal remains of Unnao rape victim being taken for last rites. She passed away during treatment at Delhi's Safdarjung Hospital on December 6 pic.twitter.com/i5WPLUZ0AB
— ANI UP (@ANINewsUP) December 8, 2019
ઉત્તર પ્રદેશના સરકારે પીડિતાના પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. દિવંગત પીડિતાના પરિવારને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે પ્રધાનમંત્રી આવાજ યોજના હેઠળ એક ઘર અને આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાશે તેનું પરિવારને આશ્વાસન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion