અખિલેશ યાદવ સામે BJPએ ચૂંટણી પંચને આપી આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન અને ચોથા તબક્કાના પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવી શકે છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(up election 2022)માં ત્રીજા તબક્કાના મતદાન અને ચોથા તબક્કાના પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ(Akhilesh yadav) વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવી શકે છે. અખિલેશ યાદવ પર ચૂંટણી આચાર સંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને આપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીએ સપા પ્રમુખ અખિલેશ યાદવ વિરુદ્ધ ચૂંટણી પંચ(election commission)માં ફરિયાદ કરી છે. ફરિયાદમાં ભાજપનો આરોપ છે કે અખિલેશ યાદવે મતદાન કર્યા પછી 100 મીટરની ત્રિજ્યામાં રહીને અને મીડિયા સાથે વાત કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પત્ની ડિમ્પલ યાદવ સાથે ઉત્તર પ્રદેશના મતદાન મથક પર પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના વડા અને કરહાલથી પાર્ટીના ઉમેદવાર, અખિલેશ યાદવે જસવંતનગરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આ તબક્કા માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન અખિલેશ યાદવે સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે યુપીના મુખ્યમંત્રીનું કામ નામ બદલવાનું છે. હવે એક અંગ્રેજી અખબારે તેનું નામ બદલીને બાબા બુલડોઝર કરી દીધું છે. અખિલેશે ટોણો માર્યો કે, જનતાના મત પડતાં જ તેમનું બુલડોઝર મેઈન્ટેનન્સમાં ગયું છે.
ભાજપ પર આરોપ લગાવતા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના નેતાઓના જુઠ્ઠાણા બદલ્યા નથી. ભાજપના નાના નેતાઓ નાના જુઠ્ઠાણા બોલે છે, મોટા નેતાઓ મોટા જુઠ્ઠાણા બોલે છે અને મોટા નેતાઓ સફેદ જુઠ્ઠ બોલે છે. અખિલેશ યાદવે ખેડૂતોને કહ્યું કે ન તો તમને ખાતર મળ્યું કે ન ડીએપી. ખાતરની બોરીમાંથી પણ 5 કિલો ખાતરની ચોરી થઈ છે.