બે છોકરીઓની પ્રેમલીલા, બે વર્ષ સુધી પતિ-પત્ની તરીકે રહ્યાં, હવે મંદિરમાં કર્યા લગ્ન, વાંચો બંગાળ ટૂ યુપી વાળી Love Story
ઉત્તર પ્રદેશમાંથી એક આશ્ચર્યજનક લવ સ્ટૉરી સામે આવી છે, યુપીના દેવરિયામાં થયેલા એક લગ્નની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે
UP Girls Love Story: ઉત્તર પ્રદેશમાંથી એક આશ્ચર્યજનક લવ સ્ટૉરી સામે આવી છે, યુપીના દેવરિયામાં થયેલા એક લગ્નની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં ઓર્કેસ્ટ્રામાં ડાન્સર તરીકે કામ કરતી બે છોકરીઓએ મંદિરમાં લગ્ન કર્યા છે. આ બંને યુવતીઓ પશ્ચિમ બંગાળની રહેવાસી છે. બંનેએ પહેલા તેમના લગ્નનું યોગ્ય નૉટરાઇઝ્ડ સોગંદનામું મેળવ્યું અને પછી મંદિરમાં લગ્ન કર્યા. કહેવાય છે કે આ બંને છોકરીઓ બે વર્ષ સુધી પતિ-પત્નીની જેમ સાથે રહી હતી, અને હવે બન્નેએ એકબીજાને હમસફર બનાવી છે.
વાસ્તવમાં, ભાટપરાની પોલીસ સ્ટેશન વિસ્તારના ચાનુકી ગામમાં એક યુવા ઓરકેસ્ટ્રા ચાલે છે. આ ઓર્કેસ્ટ્રામાં કામ કરતી બે ડાન્સર એકબીજાની એટલી નજીક આવી ગઈ કે બંનેએ એકબીજાને દિલ આપી દીધું. બંને યુવતીઓ પશ્ચિમ બંગાળના અક્ષય નગર કૉલોનીની રહેવાસી હોવાનું કહેવાય છે. આ બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતા.
યુવતીઓએ મંદિરમાં કર્યા લગ્ન
બંને છોકરીઓના લગ્ન મઝૌલીરાજના પ્રખ્યાત ભાંગડા ભવાની માતાના મંદિરમાં થયા. તેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેના લગ્ન પંડિત દ્વારા મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયા હતા. બંનેએ એકબીજાને હાર પણ પહેરાવ્યા હતા.
એક છોકરીએ બીજી છોકરીની માંગમાં પણ સિંદૂર ભર્યું. એટલુ જ નહીં એક છોકરીએ વરરાજાના ડ્રેસ એટલે કે શેરવાની અને માથા પર ટોપી પહેરેલી હતી જ્યારે બીજી છોકરીએ લગ્નનો ડ્રેસ એટલે કે સાડી પહેરી હતી. હવે આ સમલૈંગિક લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ લગ્ન જોવા માટે મંદિરમાં લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. હાલમાં યુપીમાં આ લગ્ન ચર્ચાએ ચઢ્યા છે.