શોધખોળ કરો

સીએમ યોગી અને યુપી BJP ચીફની સામે સાંસદે ખોલી નાખી પાર્ટીની 'પોલ', મંચ પરથી જ કર્યો મોટો દાવો

યુપીના ઉન્નાવથી BJP સાંસદ સાક્ષી મહારાજે સીએમ યોગી આદિત્યનાથ અને યુપી BJP ચીફ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની સામે મોટો દાવો કરી દીધો.

UP Politics: ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ સ્થિત ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે બુધવારે પાર્ટી નેતૃત્વને મુશ્કેલીમાં મૂકી દીધું. ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણ સિંહની પુણ્યતિથિ પર એક કાર્યક્રમમાં સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય એકમના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીની હાજરીમાં કહ્યું કે તેમની સમજ અનુસાર 'સરકાર અને પાર્ટી સંગઠન વચ્ચે કોઈ સન્માનજનક ભાગીદારી નથી.'

પૂર્વ ભાજપ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ઉન્નાવના સાંસદે કહ્યું, 'મને લાગે છે કે સત્તા અને સંગઠન વચ્ચે સન્માનની ભાગીદારી નથી. બંને મુખિયા આગળ બેઠા છે, આગળ આનું ધ્યાન રાખશે તો ખૂબ કૃપા થશે.'

સાક્ષી મહારાજની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભાજપના યુપી એકમમાં કથિત રીતે ખટપટના દાવા કરવામાં આવી રહ્યા છે. આરોપ લગાવવામાં આવ્યા કે સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી સરકાર અને ભૂપેન્દ્ર ચૌધરીના નેતૃત્વ વાળા રાજ્ય એકમ વચ્ચે સમન્વયની કમી છે.

'રામ મંદિરનો શ્રેય કલ્યાણ સિંહને..'

મહારાજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શ્રેય કલ્યાણ સિંહને આપ્યો. BJP સાંસદે કહ્યું, 'વિવાદિત માળખું ન તૂટ્યું હોત તો આપણે મંદિરની પરિકલ્પના ન કરી શક્યા હોત. અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થયું છે તેનો શ્રેય કલ્યાણ સિંહજીને આપવા માંગું છું.' તેમણે કહ્યું કે પિતાનો આત્મા પુત્રમાં હોય છે, તેથી તેઓ બંનેનું સન્માન કરે છે અને આશા રાખે છે કે અન્ય લોકો પણ તેમનું સન્માન કરશે.

ઉન્નાવ સાંસદે કલ્યાણ સિંહના સપનાને 'પૂરું કરવા' બદલ સીએમ આદિત્યનાથનો આભાર પણ માન્યો. સાક્ષી મહારાજે કહ્યું   'પછી ભલે માફિયાને ખતમ કરવાની વાત હોય કે કેન્દ્ર સરકારની મદદથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત હોય. કલ્યાણ સિંહનું સપનું પૂરું થઈ રહ્યું છે.'

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાષપા)નું રાષ્ટ્રીય અધિવેશન મુંબઈમાં ચાલી રહ્યું છે અને તે આજે ગુરુવારે (22 ઓગસ્ટ) સમાપ્ત થઈ રહ્યું છે. આ સંમેલનમાં વિવિધ રાજ્યોમાંથી તેમના પક્ષના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને પક્ષને વધુ આગળ લઈ જવા માટે તેમના સૂચનો લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ AIMIM ના પૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલનો દાવો, 'મુસ્લિમોને કારણે BJP ને 400 બેઠકો ન મળી'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ

ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ

સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમે કરી સર્વિસGujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...

પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!

ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન

પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે

Embed widget