શોધખોળ કરો
Advertisement
UPના રાજભવનને ઉડાવી દેવાની નકસલી સંગઠને આપી ધમકી, વધારવામાં આવી સુરક્ષા
ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત રાજભવનને ડાયનામાઇટથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. જેના બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સુરક્ષા વધારી દેવાઈ છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત રાજભવનને ડાયનામાઇટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનારા નકસલી સંગઠન ટીએસપીએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવન છોડીને નહીં જાય તો રાજભવનન ઉડાવી દેવામાં આવશે. જેને લઈ રાજ્યપાલ આનંદીબેન પટેલના મુખ્ય સચિવ હેમંત રાવે ગૃહ વિભાગને પત્ર મોકલી આપ્યો છે. આ પત્ર ઝારખંડના ઉગ્રવાદી સંગઠન ટીએસપીસી દ્વારા લખવામાં આવ્યો છે.
પત્ર બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. પત્ર મંગળવારે જ પોસ્ટ દ્વારા રાજભવન પહોંચ્યો હતો. પત્રમાં 10 દિવસની અંદર રાજયપાલ આનંદીબેન પટેલ 10 દિવસની અંદર રાજભવન છોડીને નહીં જાય તો ડાયનામાઇટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આ પહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે. રાજ્યપાલ તરીકે નિમાતા પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.Home Department, Government of Uttar Pradesh: The Dept has written to the Director General of Police (DGP), DG Intelligence and ADG Security to investigate the matter immediately and report by tomorrow after a full assessment of the situation and to take measures as necessary. https://t.co/8NA12DUpOc
— ANI UP (@ANINewsUP) December 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement