Viral Video : દુલ્હને ચાલતી કારના બોનેટ પર બેસીને બનાવી રીલ, વીડિયો વાયરલ થતા પોલીસે ફટકાર્યો આટલા હજારનો દંડ
એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બનેલી એક યુવતી ચાલતી કારના બોનેટ પર બેસીને રીલ બનાવી રહી છે. વીડિયોમાં ‘વિવાહ’ ફિલ્મનું ગીત વાગી રહ્યું છે. જ્યારે ત્યાંથી પસાર થતા તમામ લોકો દુલ્હન તરફ જોઈ રહ્યા છે. કારની સામે એક કેમેરામેન પણ રેકોર્ડિંગ કરતો જોવા મળે છે.
View this post on Instagram
રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો પ્રયાગરાજનો છે. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે યુવતીને 15,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય દુલ્હનનો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવતી જોવા મળી હતી. આ કેસમાં તેને રૂ.1500નો દંડ ફટકારાયો છે.
જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો ખબર પડી કે યુવતીનું નામ વર્ણિકા ચૌધરી છે. તેણે પહેલા કારના બોનેટ પર બેસીને રીલ બનાવી હતી. ત્યારપછી બીજા વીડિયોમાં સ્કૂટી પર હેલ્મેટ વિના રીલ બનાવી હતી.
તેણે સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયો પર કમેન્ટ કરીને કેટલાક લોકો યુવતીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેના વિરોધમાં છે. એક યુઝરે કહ્યું છે કે, 'આ સરકારને લોકોના મુદ્દે આટલો દંડ કેમ કરવો પડે છે.' અન્ય એક યુઝરે મજાક કરતા કહ્યું હતું કે 'છોકરી રીલ નથી બનાવી રહી. છોકરી પાર્લરને પ્રમોટ કરી રહી છે અને કાર તેની હતી જેને તે પ્રમોટ કરી રહી હતી. સાથે જ કેટલાક લોકોએ આનો વિરોધ પણ કર્યો છે. એક યુઝરે કહ્યું, 'આ ખોટો રસ્તો છે. વ્યસ્ત રસ્તા પર આવું કેમ કરવામાં આવ્યું? અન્ય એક યુઝરે કહ્યું, 'આજકાલ લગ્ન ઓછા અને ટેક્નિકલ ફેસ્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ વધુ લાગે છે.
મતદાર યાદીમાં આપોઆપ તમારું નામ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે, ગૃહ પ્રધાન અમિત શાહે કરી મોટી જાહેરાત
Births Death Data Link With Electoral Rolls: સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી સાથે લિંક કરવા સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યાલય 'જનગણના ભવન'નું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે.
તેમણે કહ્યું કે, ડિજિટલ, સંપૂર્ણ અને સચોટ વસ્તી ગણતરીના ડેટાના બહુ-પરિમાણીય લાભ થશે. વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પહોંચે. શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.
'મતદાર યાદીમાંથી તમારું નામ આપોઆપ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે'
અમિત શાહે કહ્યું, “મૃત્યુ અને જન્મ રજીસ્ટરને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. તેવી જ રીતે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તે માહિતી આપમેળે ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરશે.”