Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભા, રાજ્યસભામાં હંગામો
બજેટ સત્રના બીજા ભાગની આજથી શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના કારણે સત્રની હંગામાદાર શરૂઆત થઈ છે.
નવી દિલ્હીઃ બજેટ સત્રના બીજા ભાગની આજથી શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદનના કારણે સત્રની હંગામાદાર શરૂઆત થઈ છે.
રાજનાથ સિંહે શું કહ્યું
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લોકસભામાં કહ્યું, આ ગૃહના સભ્ય રાહુલ ગાંધીએ લંડનમાં ભારતનું અપમાન કર્યું હતું. હું માંગ કરું છું કે આ ગૃહના તમામ સભ્યો દ્વારા તેમના નિવેદનોની નિંદા કરવી જોઈએ અને તેમને ગૃહ સમક્ષ માફી માંગવા માટે કહેવામાં આવે.
પિષુય ગોયલે શું કહ્યું
પિયુષ ગોયલે કહ્યું, રાહુલ ગાંધીએ દેશ અને ગૃહની માફી માંગવી જોઈએ. રાહુલે દેશની સેના, પ્રેસ અને લોકશાહી પર આરોપ લગાવ્યા, વિદેશની ધરતી પર રાહુલે ન્યાયતંત્ર, સરકારી એજન્સીઓને બદનમામ કર્યા. ઈમરજન્સી લાગી ત્યારે લોકશાહી ખતરમાં હતી.
નિશિકાંત દુબેએ કહ્યું કે રાહુલ ગાંધીની સદસ્યતા ખતમ કરવા માટે જે પણ કરવું પડશે તે કરવામાં આવશે કારણ કે તેમણે સંસદ અને લોકસભા અધ્યક્ષનું અપમાન કર્યું છે. નિશિકાંત દુબેએ આ મુદ્દે લોકસભામાં સ્થગિત નોટિસ આપી છે.
Rahul Gandhi, who is a member of this House, insulted India in London. I demand that his statements should be condemned by all members of this House and he should be asked to apologise before the House: Defence Minister Rajnath Singh in Lok Sabha pic.twitter.com/62GRnx2qbd
— ANI (@ANI) March 13, 2023
ખડગે બચાવમાં આવ્યા
રાહુલ ગાંધી પર બીજેપી નેતાના હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમના બચાવમાં આવ્યા છે. ખડગેએ કહ્યું, "હું એવા વ્યક્તિ પર ટિપ્પણી કરવાની નિંદા કરું છું જે આ ગૃહના સભ્ય નથી."
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શું કહ્યું હતું રાહુલ ગાંધીએ
રાહુલ ગાંધીએ તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં MBA વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે ભારત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે ભારત સરકારને ઘેરી અને કહ્યું તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ તેમને ફોન પર વાત કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી હતી. ભારતમાં લોકશાહી સાથે રમત રમાઈ રહી છે.
રાજ્યમાં કોરોનાએ માર્યો ઉથલો
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં હોટ સ્પોટ અને ડેથ સ્પોટ રહેલા સુરત શહેરમાં એક વિદ્યાર્થી સહિત વધુ ત્રણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે. ડભોલીના યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણ લોકો સંક્રમિત થતાં સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે ઈન્ફલુએન્ઝાના એચ.થ્રી.એન.ટુ વાયરસના દસ કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.શહેરના જોધપુર ઉપરાંત બોડકદેવ, નવરંગપુરા, વેજલપુર અને મકતમપુરામાં દસ કેસ નોંધાતા મ્યુનિ.ની એસ.વી.પી. ઉપરાંત એલ.જી.હોસ્પિટલમાં આ વાયરસના ટેસ્ટ માટે મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.