શોધખોળ કરો
Advertisement
મોદીને મળવા પહોંચ્યા ત્રણે પાંખોના પ્રમુખ, હાલની સ્થિતિ પર થઈ ચર્ચા
નવી દિલ્લી: ઉરી અટેક પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે બનેલા તણાવના માહોલ પછી કેંદ્ર સરકાર એક્શનમાં છે. જો કે, અત્યાર સુધી ભારતે કોઈ પ્રકારની સખ્ત કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ કાર્યવાહીની ચર્ચા જરૂર કરી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી સતત ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને હાલની સ્થિતિ પર નજર રાખીને બેઠા છે.
આજે પીએમ મોદીએ સેનાના પ્રમુખો સાથે બેઠક કરી હતી. જો કે નૌસેનાના પ્રમુખ સુનીલ લાંબા બેઠકમાં નહોતા, પરંતુ તેમની જગ્યાએ ઉપ પ્રમુખે તેમની જગ્યા લીધી હતી. વાયુસેનાના પ્રમુખ, નૌસેનાના પ્રમુખ અને ભૂમિસેનાના પ્રમુખ પીએમ મોદીને મળવા તેમના 7 લોકકલ્યાણ માર્ગ ખાતે આવેલા ઘરમાં પહોંચ્યા હતા. સૂત્રોના મતે ત્રણે પ્રમુખોએ મોદી સાથે ઉરી હુમલા પછી બનેલી પરિસ્થિતિ પર વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement