Mukul Goel: ઉત્તર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય, DGP મુકુલ ગોયલને હટાવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર ડીજી ઈન્ટેલિજન્સ ડીએસ ચૌહાણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બની શકે છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લેતા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) મુકુલ ગોયલને હટાવી દીધા છે. સરકારી કામની અવગણના કરવા અને ખાતાકીય કામમાં રસ ન લેવા બદલ ડીજીપી પદેથી હટાવવામાં આવ્યા છે. હવે તેમને ડીજી સિવિલ ડિફેન્સના પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીજી ઈન્ટેલિજન્સ ડીએસ ચૌહાણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બની શકે છે.
ADG (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમાર ઉત્તર પ્રદેશના નવા DGPની નિમણૂક સુધી કાર્યવાહક DGP રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ડીજીપીને લઈને ત્રણ નામો પર ચર્ચા થઈ રહી છે. ડીજી ઈન્ટેલિજન્સ ડીએસ ચૌહાણ અને આરકે વિશ્વકર્માની સાથે આનંદ કુમાર પણ રેસમાં છે.
1987 બેચના આઈપીએસ અધિકારી મુકુલ ગોયલને ગયા વર્ષે જૂનમાં ઉત્તર પ્રદેશના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુકુલ ગોયલ આઝમગઢના એસપી અને વારાણસી, ગોરખપુર, સહારનપુર, મેરઠ જિલ્લાના એસએસપી રહી ચૂક્યા છે.
મુકુલ ગોયલ કાનપુર, આગ્રા, બરેલી રેન્જના ડીઆઈજી અને બરેલી ઝોનના આઈજી પણ રહી ચૂક્યા છે. આ સિવાય મુકુલ ગોયલે કેન્દ્રમાં ITBP, BSF, NDRFમાં પણ કામ કર્યું છે. તેમણે ખડગપુરથી આઈઆઈટીનો અભ્યાસ કર્યો છે. મુકુલ ગોયલ મૂળ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના છે. યુપીના ડીજીપી બનતા પહેલા તેઓ બીએસએફના એડિશનલ ડીજી ઓપરેશન્સના પદ પર કાર્યરત હતા.
Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો
ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે
"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો