UP Omicron Guidelines: ઓમિક્રોનને લઇને યોગી સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ, હોસ્પિટલોમાં વધારાયા આટલા હજાર બેડ
રાજ્યમાં વિદેશથી આવનારા તમામ મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ સિવાય તમામ સંક્રમિત દર્દીઓનો જીનોમ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે.
UP Guidelines amid Covid-19's Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને ઉત્તર પ્રદેશ સરકારે તમામ જિલ્લાઓમાં સાવચેતી રાખવાના નિર્દેશો જાહેર કર્યા છે. જે અનુસાર રાજ્યમાં વિદેશથી આવનારા તમામ મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ સિવાય તમામ સંક્રમિત દર્દીઓનો જીનોમ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. એક નિવેદન અનુસાર બીજા રાજ્યોમાં ઓમિક્રોનના કેસની પુષ્ટી થયા બાદ ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યની સરહદો પર સતર્કતા રાખી રહી છે. સાથે જ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
ઓમિક્રોનને સામનો કરવા માટે રાજ્યમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં 19 હજાર બેડ અને મેડિકલ કોલેજોમાં 55 હજાર વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરન્ટ, હોટલ, મલ્ટિપ્લેક્સ, જિમ, સ્ટેડિમયની 50 ટકા ક્ષમતા સાથે જ ખોલી શકાશે. સાથે લખનઉમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કોરોનાની રસીના 17 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
જેસીપી લૉ એન્ડ ઓર્ડર પિયૂષ મોર્ડિયાના આદેશ અનુસાર કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવશે. વિધાનસભાની આસપાસ કોઇ પણ પ્રકારના ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટ, હોટલ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, જિમ, સ્ટેડિયમમાં 50 ટકા ક્ષમતા સાથે જ ખોલી શકાશે.