શોધખોળ કરો
Advertisement
ઉત્તર પ્રદેશમાં કોરોનાને રોકવા માટે અઠવાડિયામાં કેટલા દિવસ લોકડાઉન રાખવા યોગીએ લીધો નિર્ણય ?
ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને યોગી સરકારે એક મોટો ફેંસલો કર્યો છે.
લખનઉઃઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને યોગી સરકારે એક મોટો ફેંસલો કર્યો છે. નવા નિયમો અનુસાર, હવે રાજ્યમાં ઓફિસો અને માર્કેટ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ સુધી જ ખુલ્લા રહેશે. શનિવાર અને રવિવારે બધુ પુર્ણ રીત બંધ રહેશે.
જોકે, બંધ દરમિયાન આવશ્કયક વસ્તુઓ અને સેવાઓ મળવાનુ ચાલુ રહેશે. જો આ સંક્રમણમાં કંઇપણ કમી આવે છે તો આ નિયમ આગળ પણ ચાલુ જ રહેશે.
ઉત્તર પ્રદેશમાં શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન ચાલુ થઇ ચૂક્યુ છે. આ લૉકડાઉન અંતર્ગત માત્ર એસેન્સિયલ સર્વિસીઝ સાથે જાડાયેલા લોકો જ બહાર નીકળી શકશે.
55 કલાકના લૉકડાઉનની અસર હવે માર્કેટમાં દેખાવવાની શરૂ થઇ ચૂકી છે. નોઇડા સહિત ઉત્તરપ્રદેશમાં મોટા ભાગના શહેરોના મોટા બજારો પુરેપુરા બંધ છે. માત્ર જરૂરી વસ્તુઓ માટેની જ દુકાનો ખુલ્લી છે. લૉકડાઉનનુ યોગ્ય રીત પાલન થાય તે માટે મોટા પ્રમાણમાં પોલીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion