શોધખોળ કરો
Advertisement
BJP શાસિત વધુ એક રાજ્યએ બદલ્યો ટ્રાફિક નિયમ, દંડમાં કર્યો મોટો ઘટાડો
ગાડી ચલાવતા સમયે મોબાઇલનો ઉપયોગ કરવા પર નવો દંડ 5 હજાર હતો, જેને ઉત્તરાખંડ સરકારે પહેલા 1000 અને બાદમાં નિયમ તોડવા પર 5 હજાર રૂપિયા કર્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નવા મોટર વ્હીકલ એક્ટને લઈને ભારતના અનેક રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ એક્ટમાં ઉત્તરાખંડ સરકારે પણ આંશિક સુધારો કર્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટના કેટલાક નિયમોમાં દંડની રક અંદાજે 50 ટકા જેટલી ઘટાડી છે. જ્યારે કેટલાક નિયમોમાં દંડની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉત્તરાખંડ સરકારે નવા નિમયમોમાં ફેરફાર કરતા લાઇસન્સ વગર વાહન ચલાવનારાઓને છૂટ આપતા દંડની રકમને 2500 કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લાઇનસન્સ વગર વાહન ચલાવનારાઓનો દંડ 500થી વધારીને 5 હજાર કરી દીધો હતો.
ગાડી ચલાવતા સમયે મોબાઇલનો ઉપયોગ કરવા પર નવો દંડ 5 હજાર હતો, જેને ઉત્તરાખંડ સરકારે પહેલા 1000 અને બાદમાં નિયમ તોડવા પર 5 હજાર રૂપિયા કર્યો છે. અવાજ પ્રદૂષણ અથવા વાયુ પ્રદૂષણ સંબંધિત માપદંડોનાં ઉલ્લંઘન પર કેન્દ્ર સરકારે 10 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો જે રાજ્ય સરકારે ઘટાડીને પ્રથમ વખત 2500 અને બીજી વખત નિયમ તોડવા પર 5000 રૂપિયા કર્યો છે.
કલમ 66(1)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર પરમિટથી ગાડી ચલાવવા પર કેન્દ્રએ 10 હજાર રૂપિયાનો દંડ રાખ્યો હતો, જે ઉત્તરાખંડ સરકારે ઘટાડીને પહેલા 5000 અને બીજી વખત નિયમ તોડવા પર 10000 રૂપિયા કર્યો છે. ભારે વાહનોમાં ક્ષમતાથી વધારે માલ સામાન લઇ જવા પર કેન્દ્ર સરકારે 20 હજારનો દંડ લગાવ્યો હતો, જેને ઉત્તરાખંડ સરકારે નાના વાહનો માટે 2 હજાર રૂપિયા અને મધ્યમ તેમજ ભારે વાહનો માટે 5 હજાર રૂપિયા કર્યો છે. માલનાં ગાડીની બહાર નીકળવા પર કેન્દ્ર સરકારે 20 હજાર દંડ કર્યો હતો, જેને ઉત્તરાખંડ સરકારે નાના વાહનો માટે 2 હજાર અને ભારે વાહનો માટે 5 હજાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement