Uttarkashi Tunnel Rescue: ટનલમાં ફસાયેલા 41 કામદારો ક્યારે આવશે બહાર? સામે આવી મોટી જાણકારી, વર્ટિકલ ડ્રિલિંગે જગાવી આશા
Uttarakhand Tunnel Accident Rescue Update: છેલ્લા બે અઠવાડિયાથી નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવા માટે રવિવારે (26 નવેમ્બર) ટનલની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવી હતી.
Uttarakhand Tunnel Accident Rescue Update: છેલ્લા બે અઠવાડિયાથી નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવા માટે રવિવારે (26 નવેમ્બર) ટનલની ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 19.2 મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. અહીંના અધિકારીઓએ જણાવ્યું હતું કે હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરી રહેલા અમેરિકન ઓગર મશીન તૂટવાના એક દિવસ બાદ કામદારોને બચાવવા વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: Drone cameras are being used by experts to monitor the rescue operation that is underway here to bring out the 41 trapped workers. pic.twitter.com/MxmxGhPkda
— ANI (@ANI) November 26, 2023
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ટનલમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે અને તેમાં ચાર દિવસનો સમય લાગશે. નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના મેનેજિંગ ડિરેક્ટર મહમૂદ અહેમદે સિલ્ક્યારામાં મીડિયાને જણાવ્યું કે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 19.2 મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સતલુજ હાઇડ્રોપાવર કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ વર્ટિકલ ડ્રિલિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ઓગર મશીનની બ્લેડ તૂટવાને કારણે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો
મહમૂદ અહેમદે કહ્યું, જો આ ડ્રિલિંગ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે, તો અમે તેને 30મી નવેમ્બર સુધીમાં ચાર દિવસમાં પૂર્ણ કરવાની અપેક્ષા રાખી શકીએ છીએ. શનિવાર (25 નવેમ્બર) ના રોજ હોરિજોન્ટલ ડ્રિલિંગ કરી રહેલા ઓગર મશીનના બ્લેડ કાટમાળમાં ફસાઈ ગયા હતા, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. ચારધામ યાત્રા રૂટ પર બનાવવામાં આવી રહેલી સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો. જેમાં તેમાં કામ કરતા કામદારો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે અનેક એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અટવાયેલા ઓગર મશીનને બહાર કાઢવામાં આવી રહ્યું છે
ઉત્તરાખંડ સરકાર દ્વારા બચાવ કામગીરીમાં મદદ કરવા માટે નિયુક્ત નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે જણાવ્યું હતું કે, કાટમાળમાં ફસાયેલા ઓગર મશીનના ભાગોને પ્લાઝમા કટર અને લેસર કટર વડે કાપીને તેને કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, સાંજે 7 વાગ્યા સુધીમાં, કાટમાળમાંથી માત્ર 8.15 મીટર ઓગર મશીન દૂર કરવાનું બાકી છે.