શોધખોળ કરો
Advertisement
કોરોના રસીકરણના પહેલા દિવસે સામે આવ્યો સાઇડ ઇફેક્ટનો કેસ, નર્સ થઈ ગઇ બેભાન
16 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો. પહેલા દિવસે અંદાજિત 1 લાખ લોકોને રસી અપાઇ. કોરોના વેક્સિનેશનને લઇને સાઇડ ઇફેક્ટ મામલે લોકોમાં અનેક શંકા કુશંકા સેવાઇ રહી છે. ત્યારે રસીકરણ અભિયાન દરમિયાન કોલકતામાં રસી અપાયા બાદ નર્સને ગંભીર સાઇડ ઇફેક્ટની અસર જોવા મળી હતી. શું છે સમગ્ર મામલો જાણીએ
કોલકતા:16 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં કોરોનાની સામે લડત આપવા માટે સૌથી મોટો રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ગઇ. રસીકરણ દરમિયાન કેટલાક હળવા તો કેટલાક ભારે આડઅસરના એકથી બે કેસ સામે આવ્યાં છે. કોલકતામાં એક નર્સ રસી આપ્યાના 15 મિનિટ બાદ બેભાન થઇ ગઇ હતી.
નર્સ થઇ બેભાન
રસીકરણના પહેલા તબક્કામાં હેલ્થ વર્કરને રસી અપાઇ રહી છે ત્યારે કલકતામાં 35 વર્ષિય નર્સને કોવિશીલ્ડની રસી અપાઇ હતી. જો કે તેમનામાં વેક્સિનેશનની આડઅસર જોવા મળી હતી. નર્સને રસી આપ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી. નર્સની હાલત જોતા તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને અન્ડર ઓબ્ઝર્વેશન રખાઇ હતી દિલ્લી અને કોલકતામાં રસીકરણ દરમિયાન સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યાં છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસી બાદ હળવી કેટલીક સાઇડ ઇફેક્ટ જોવા મળી શકે છે. જે સામાન્ય છે. જેમકે રસી આપ્યા બાદ તાવ, માથુ ભારે લાગવું, માથાનો દુખાવો, ફ્લૂ જેવા લક્ષણો દેખાય શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement