શોધખોળ કરો

ફ્રાન્સની કંપનીની ભારતમાં મોટા રોકાણની જાહેરાત, ત્રણ વર્ષમાં 2100 કરોડથી વધુનું કરશે રોકાણ

Valeo Investment in India: Valeo 2028 સુધીમાં તેના વેચાણને ત્રણ ગણાથી વધુ વધારીને 700 મિલિયન યુરો કરવાનું લક્ષ્ય રાખે છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ રોકાણ જરૂરી છે.

Valeo Investment in India: ફ્રેન્ચ ઓટોમોટિવ પાર્ટ્સ સપ્લાયર કંપની Valeo ભારતમાં મોટો દાવ લગાવવા માટે તૈયાર છે. બુધવારે કંપનીએ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં 200 મિલિયન યુરો (2,147 કરોડ રૂપિયા)ના નોંધપાત્ર રોકાણની જાહેરાત કરી હતી. Valeo 2028 સુધીમાં તેના વેચાણને ત્રણ ગણાથી વધુ વધારીને 700 મિલિયન યુરો કરવાનું લક્ષ્ય રાખે છે અને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ રોકાણ જરૂરી છે.

ભારતમાં વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના

ભારત હાલમાંValeoના વૈશ્વિક વેચાણમાં 1 ટકા હિસ્સો ધરાવે છે. તેના ભારતીય વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ફ્રેન્ચ ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક ઇલેક્ટ્રિક અને ફીચર લેસ વાહનોની વધતી માંગનો લાભ લેવા માંગે છે. પ્રેસ બ્રીફિંગમાં પત્રકારો સાથે વાત કરતા Valeoના સીઈઓ ક્રિસ્ટોફ પેરિલાટે(Christophe Périllat) કહ્યું હતું કે, "અમે ભારતમાં વેચાતી કારમાં ઘણી વધારાની સામગ્રી અને ટેકનોલોજી જોઈએ છીએ." આ જ કારણ છે કે અમે ભારતમાં વિકાસ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઓટોમોટિવ બજારોમાંનું એક છે. તે ફક્ત વોલ્યુમ વિશે નથી, પરંતુ અહીં વેચાતી કારની પેટર્ન પણ ઝડપથી બદલાઈ રહી છે. 60 ટકાથી વધુ નવા ઓર્ડર SUV માટે છે."

ભારત Valeo માટે એક મુખ્ય વૃદ્ધિ ક્ષેત્ર છે. કંપનીના CEO વધુમાં જણાવે છે કે, "અમે 2028 સુધીમાં ભારતમાં અમારા વેચાણને 220 મિલિયન યુરોથી લગભગ ત્રણ ગણું કરવાની અને 2028 પછીના ઝડપી વૃદ્ધિના આગામી તબક્કા માટે તૈયારી કરવાની યોજના બનાવી રહ્યા છીએ." તેમણે ઉમેર્યું કે કંપની 2028 પછી 1 અબજ યુરોના વેચાણનું લક્ષ્ય રાખી રહી છે.

Valeo હાલમાં મહિન્દ્રા અને મહિન્દ્રા (M&M) ના BE 6 અને XEV 9e ઇલેક્ટ્રિક વાહનોને ઇલેક્ટ્રિક પાવરટ્રેન સપ્લાય કરે છે. કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ઓટો પાર્ટ્સમાં ઇ-એક્સલ્સ, બેટરી કૂલિંગ પ્લેટ્સ, ચાર્જર્સ, ઇન્વર્ટર, સેન્સર, લાઇટિંગ સાધનો અને ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ) શામેલ છે.

કંપનીનું સ્થાનિકીકરણ પર ધ્યાન

Valeo ભારતમાં રોકાણ કરવાનું વિચારી રહી છે ખાસ કરીને તેના ઇલેક્ટ્રિફિકેશન અને ADAS ડિવીઝન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ રોકાણ એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં વેચાતી બધી નવી કારમાંથી લગભગ 4 ટકા ઇલેક્ટ્રિક વાહનો છે. પેરિલાટનું માનવું છે કે ભારતીય બજારમાં કારની ટેકનોલોજી કનટેન્ટ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમે ઇલેક્ટ્રિક મોટર અને પાવર ઇલેક્ટ્રોનિક્સનું સ્થાનિકીકરણ કરી રહ્યા છીએ. અમે બેટરી કૂલિંગનું સ્થાનિકીકરણ કરી રહ્યા છીએ. ADAS માટે અમે સેન્સર, કેમેરા અને રડારનું સ્થાનિકીકરણ કરી રહ્યા છીએ." તેમણે કહ્યું હતું કે, "અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતમાં EV અને હાઇબ્રિડનો હિસ્સો 2032 સુધીમાં 25 ટકા સુધી પહોંચશે."

Valeo એ 1997માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો. કંપનીના ચેન્નઈ, પુણે, સાણંદ અને ગુરુગ્રામમાં છ ઉત્પાદન એકમો છે. વધુમાં તેના ચેન્નઈ અને બેંગલુરુમાં વૈશ્વિક R&D કેન્દ્રો છે. Valeo ભારતમાં 7,500થી વધુ લોકોને રોજગારી આપે છે, જેમાં તેના 50 ટકાથી વધુ ઇજનેરો વૈશ્વિક સંશોધન, વિકાસ અને ઉત્પાદન પ્રવૃત્તિઓમાં સામેલ છે. મહિન્દ્રા અને મહિન્દ્રાની EV માટે વધતી માંગને ટેકો આપવા માટે Valeo એ તેની પુણે સુવિધામાં એક નવો પ્લાન્ટ અને સમર્પિત ઇ-એક્સલ ઉત્પાદન લાઇન પણ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget