શું શાકાહારીને નથી થતું કોરોનાનું સંક્રમણ, WHOના દાવાથી વાયરલ પોસ્ટની શું છે હકીકત, જાણો
કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.
![શું શાકાહારીને નથી થતું કોરોનાનું સંક્રમણ, WHOના દાવાથી વાયરલ પોસ્ટની શું છે હકીકત, જાણો Vegetarian and smoker cannot have infected form corona virus, this post viral, fact check શું શાકાહારીને નથી થતું કોરોનાનું સંક્રમણ, WHOના દાવાથી વાયરલ પોસ્ટની શું છે હકીકત, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/27/1a3291a2eb6e887d8842ed19c7c303d2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઇ છે. પોસ્ટમાં એવો દાવો થઇ રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે, તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું ઉપરાંત જે ઘૂમ્રપાન કરે છે. તેવા લોકો પણ સંક્રમિત નથી થતાં આ દાવો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યુએચઓના નામે વાયરલ થયો છે. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.
કોરોનાની બીજી લહેરમાં દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાનું સંક્રમણ ઝડપભેર લાખો લોકોને રોજ તેની ઝપેટમાં લઇ રહ્યું છે. આ દરમિયાન એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકો શાકાહારી છે અને ધૂમ્રપાન કરે છે તેવા લોકોને કોરોનાનું સંક્રમણ નથી થતું. તો જાણીએ આ વાયરલ પોસ્ટની હકીકત શું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓની રિપોર્ટ મુજબ દુનિયામાં એકપણ શાકાહારી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ દાવાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે. ડબલ્યુએચઓને આવો કોઇ દાવો નથી કર્યો.
આ પોસ્ટ થઇ હતી વાયરલ
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં લખ્યું છે કે, ‘ એકપણ શાકાહાર વ્યક્તિ કોરોનાથી સંક્રમિત નથી. આ વાયરલ પોસ્ટમાં આ પોસ્ટમાં માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જવાબદાર ઠેરવામાં આવ્યું હતું.
શું છે વાયરલ પોસ્ટની હકીકત
આ વાયરલ પોસ્ટ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશ્વ આરોગ્ય સંગઠને આવી કોઇ પણ પોસ્ટ નથી કરી. જેમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હોય. ટૂંકમાં વાયરલ ખબર તદન ગલત સાબિત થઇ છે. WHO તરફથી આવી કોઇ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરવામાં આવી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)