શોધખોળ કરો
વર્લ્ડકપમાં વ્યસ્ત વિરાટ કોહલી, ઘરે અપાયો 500 રૂપિયાનો દંડ, કારણ જાણી ચોંકી ઉઠશો
નગર નિગમે કોહલીના ડીએલએફ ફેસ-1 સ્થિત ઘર બહાર પાઇપથી કાર ધોવા અને પાણીનો બગાડ કરવાને લઇને કોહલીના સહાયક દીપક પાસેથી દંડ વસૂલ્યો હતો.
![વર્લ્ડકપમાં વ્યસ્ત વિરાટ કોહલી, ઘરે અપાયો 500 રૂપિયાનો દંડ, કારણ જાણી ચોંકી ઉઠશો Virat Kohli fined in Gurugram for using drinking water to wash cars at his residence વર્લ્ડકપમાં વ્યસ્ત વિરાટ કોહલી, ઘરે અપાયો 500 રૂપિયાનો દંડ, કારણ જાણી ચોંકી ઉઠશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/06182317/download.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ઇગ્લેન્ડમાં વર્લ્ડકપ રમવામાં વ્યસ્ત છે. ત્યારે વિરાટ કોહલીના ગુડગાંવ નગર નિગમે પાણીનો બગાડ કરવા મામલે કોહલીને દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં નગર નિગમે કોહલીના ડીએલએફ ફેસ-1 સ્થિત ઘર બહાર પાઇપથી કાર ધોવા અને પાણીનો બગાડ કરવાને લઇને કોહલીના સહાયક દીપક પાસેથી દંડ વસૂલ્યો હતો. નગર નિગમે દીપક પાસેથી ઘટનાસ્થળ પર જ 500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
પાડોશીઓએ કહ્યું કે, વિરાટ કોહલીના ઘરમાં અડધો ડઝનથી વધુ કારો હોય છે જેમાં બે એસયૂવી છે. આ કારને દરરોજ પાણીથી ધોવામાં આવે છે જેનાથી દરરોજ સેંકડો લીટરથી વધુ પાણીનો બગાડ થાય છે. અનેકવાર ફરિયાદ કરી છતાં પાણીનો બગાડ રોકવામાં આવતો નહોતો તેને કારણે નગર નિગમને ફરિયાદ કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)