શોધખોળ કરો

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

સ્ટીલ પ્લાન્ટમાં ગરમ લોખંડ ભરેલા લાડુમાં વિસ્ફોટ થતાં 8 મજૂરો ભડથું, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બચાવ કામગીરી ઝડપી બનાવવા આપ્યા આદેશ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિશાખાપટ્ટનમ પ્લાન્ટમાં ગરમ લોખંડ લાડુ વિસ્ફોટથી આઠનાં મોત.
  • ઘટના બાદ અફરાતફરી, ઘણા ઘાયલ; બચાવ કાર્યના આદેશ.
  • મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ ઘાયલોને સારવાર, ઘટનાની તપાસના આદેશ.

Visakhapatnam steel plant accident: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં ઊંચા તાપમાને પીગળેલા ગરમ લોખંડ (સ્ટીલ) થી ભરેલા લાડુમાં અચાનક વિસ્ફોટ થતાં 8 કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવાના આદેશ જારી કર્યા છે, સાથે જ ઘાયલોને ઉત્તમ સારવાર પૂરી પાડવા સૂચના આપી છે.

અફરાતફરીનો માહોલ અને જીવ બચાવવા દોડાદોડી

મળતી માહિતી મુજબ, સ્ટીલ પ્લાન્ટમાં અચાનક ગરમ સ્ટીલ ભરેલા લાડુમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે પીગળેલું સ્ટીલ લીક થઈને કામદારો પર પડ્યું હતું. આ ઘટના બનતા જ પ્લાન્ટમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. જીવ બચાવવા માટે કામદારો અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્ટીલ પ્લાન્ટના અન્ય કર્મચારીઓ અને ફાયર સેફ્ટીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સરકાર એક્શનમાં: રાહત કામગીરી ઝડપી બનાવવા આદેશ

આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિથાએ તાત્કાલિક જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓને ઘાયલો માટે શ્રેષ્ઠ સારવારની વ્યવસ્થા કરવા અને રાહત કામગીરીમાં ઝડપ લાવવા કડક સૂચના આપી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી જાતે જ અકસ્માત સ્થળની મુલાકાતે દોડી ગયા હતા.

બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પણ આ ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સ્થળ પરના અધિકારીઓ સાથે સીધી વાત કરીને તમામ સરકારી વિભાગોને સંકલન સાધીને બચાવ કામગીરી ઝડપથી અને યોગ્ય રીતે પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.

મજૂર સંઘની પ્રતિક્રિયા અને તપાસની માંગ

આ દુર્ઘટના અંગે મજૂર સંઘના નેતા એન. અયોધ્યારામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "અમને પ્રાથમિક ધોરણે શંકા છે કે આગ કોઈ મોટા વિસ્ફોટને કારણે જ લાગી છે, પરંતુ તેનું સાચું કારણ જાણવા માટે ઊંડી તપાસ થવી જરૂરી છે." જોકે, ભોગ બનનારા 8 કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા કે પછી પ્લાન્ટના કાયમી કર્મચારીઓ હતા, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

Frequently Asked Questions

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં કઈ દુર્ઘટના બની?

પ્લાન્ટમાં ઊંચા તાપમાને પીગળેલા ગરમ લોખંડથી ભરેલા લાડુમાં વિસ્ફોટ થયો, જેના કારણે 8 કામદારોના મોત થયા અને ઘણા ઘાયલ થયા.

આ દુર્ઘટનામાં કેટલા કામદારોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ હૃદયદ્રાવક અકસ્માતમાં 8 કામદારોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટના પછી શું પગલાં લેવામાં આવ્યા?

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બચાવ-રાહત કામગીરી ઝડપી બનાવવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યા. ગૃહમંત્રીએ સ્થળની મુલાકાત પણ લીધી.

આ દુર્ઘટનાનું પ્રાથમિક કારણ શું હતું?

પીગળેલા સ્ટીલ ભરેલા લાડુમાં અચાનક વિસ્ફોટ થતાં ગરમ સ્ટીલ લીક થઈને કામદારો પર પડ્યું. મજૂર સંઘે મોટા વિસ્ફોટની શંકા વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

Embed widget