હિમાચલમાં ફરી પહાડ તૂટ્યો, પત્તાના મહેલની જે અનેક મકાનો ધરાશાયી, સામે આવ્યો અકસ્માતનો Video
Himachal Houses Collapsed: હિમાચલમાં તબાહી અટકવાનું નામ નથી લઈ રહી. કુલ્લુમાં અની બસ સ્ટેન્ડ પાસે સાત ઈમારતો પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ.
Himachal Disaster: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. અની બસ સ્ટેન્ડ પાસેની સાત જેટલી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. વિનાશનું આ દ્રશ્ય જેણે પણ જોયું તે ગભરાઈ જ ગયા. જો કે રાહતની વાત એ હતી કે આ ઈમારતો અસુરક્ષિત હોવાના કારણે પહેલાથી જ ખાલી કરાવવામાં આવી હતી. આ કારણોસર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ તસવીરે બધાને ડરાવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તબાહી અટકવાનું નામ નથી લઈ રહી
મળતી માહિતી મુજબ આ ઈમારતોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને કોઓપરેટિવ બેંક કામ કરતી હતી, પરંતુ ભૂતકાળમાં વરસાદને કારણે આ ઈમારત અસુરક્ષિત બની ગઈ હતી. આ કારણોસર તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ્લુ જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદે અહીં તબાહી મચાવી છે અને અત્યારે પણ આ તબાહી અટકવાનું નામ નથી લઈ રહી.
BREAKING | हिमाचल में आज सुबह पहाड़ी धंसने के ढहे मकान
— ABP News (@ABPNews) August 24, 2023
- एक हफ्ते पहले खाली कराए जा चुके थे घर@BafilaDeepahttps://t.co/smwhXUROiK#Himachal #HimachalPradesh #Landslide #Disaster pic.twitter.com/QW3xGUpdVx
મકાન ખાલી કરાવવામાં આવ્યું હતું
આ ઘટના કુલ્લુ જિલ્લાના અની બસ સ્ટેન્ડ પાસે સવારે 9:15 વાગ્યે બની હતી. અનીના એસડીએમ નરેશ વર્માએ જણાવ્યું કે પાંચ દિવસ પહેલા બિલ્ડિંગમાં તિરાડો દેખાઈ હતી. જેના કારણે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે ઈમારત ધરાશાયી થવાથી કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને એક ઈમારત હજુ પણ જોખમમાં છે. તેમણે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પોલીસ જવાનો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે લોકોને સાવચેતી રાખવા અપીલ પણ કરી છે.
હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રાજ્યની રાજધાની શિમલામાં 2017 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. હિમાચલના મંડી, શિમલા અને સોલનમાં છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવાની 4 ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં 1 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 3 શિમલામાં જ્યારે 8 મંડીમાં મૃત્યુ પામ્યા. આ દરમિયાન 18 વાહનોને પણ નુકસાન થયું હતું. સાવચેતીના પગલા તરીકે શિમલામાં ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. શિમલામાં લગભગ 35 ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. હિમાચલના હમીરપુર, મંડી, શિમલા અને સોલનમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. રાજ્યમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 538 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.