Dwarka Accident News: દ્વારકા-જામનગર રોડ પર હોટલમાં કાર ઘૂસતા દોડધામ, સીસીટીવીમાં કેદ થઈ ઘટના
દ્વારકા-જામનગર રોડ પર હોટલમાં કાર ઘૂસતા દોડધામ. પૂરપાટ ઝડપે આવતી કાર હોટલમાં ઘૂસતા મચી અફરાતફરી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હોટલમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ઘટના...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. દ્વારકા-જામનગર રોડ પર આવેલી હોટલમાં ઘુસી ગઈ કાર. સીસીટીવીમાં કેદ અકસ્માતના આ દ્રશ્યો જુઓ. ફુલ સ્પીડમાં કાર હોટલમાં એન્ટ્રી કરે છે. કોઈ કઈ સમજે તે પહેલા જ કાર સીધી જ હોટલમાં ઘુસી જાય છે.. બીજા એંગલથી પણ જુઓ અકસ્માતના દ્રશ્યો.. જેવી કાર અથડાય છે કે હોટલના કાચ તુટી જાય છે. ઘટના બનતા જ લોકો હાજર લોકોમાં પણ દોડધામ મચી જાય છે.. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.. પરંતુ હોટલને જરૂરથી મોટુ નુકસાન થયું છે..





















