બીજેપીની બમ્પર જીત પર મમતા બેનર્જીનું પહેલુ રિએક્શન આવ્યુ સામે, આગળના કયા પ્લાનિંગનો ફેંક્યો ખુલ્લો પડકાર, જાણો
બીજેપીની આ ધમાકેદાર જીત પર રિએક્શન આપતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આને મતોની લૂટ ગણાવી છે.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનુ સમર્થન કર્યુ હતુ. ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીએ લોકોને સમાજવાદી પાર્ટીના પક્ષમાં મત આપવાની અપીલ કરી હતી. જોકે, યુપીમાં ચૂંટણીમાં સપા બીજા નંબરની પાર્ટી બનીને ઉભરી છે, તો વળી જનતાએ બીજેપીનુ બમ્પર સમર્થન કર્યુ છે.
બીજેપીની આ ધમાકેદાર જીત પર રિએક્શન આપતા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આને મતોની લૂટ ગણાવી છે. બંગાળની સીએમ મમત બેનર્જી ચૂંટણી પરિણામો પર કહ્યું કે બીજેપીને લોકલોભામણી વાળો જનાદેશ નથી મળ્યો, વૉટની લૂંટ થઇ છે.
મમતા બેનર્જીએ કહ્યું કે જો કોંગ્રેસ ઇચ્છે તો અમે બધા સાથે મળીને (2024ની સામન્ય ચૂંટણી) લડી શકીએ છીએ. હાલ માટે આક્રમક ના થાય, સકારાત્મક રહે. આ જીત (4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી) બીજેપી માટે એક મોટી ક્ષતિ હશે. મમતા બેનર્જીએ કહ્યું કે 2022 ના ચૂંટણી પરિણામ 2024 ચૂંટણીના ભાગ્યનો ફેંસલો કરશે એ કહેવુ અવ્યવહારિક છે.
મમતા બેનર્જીએ કહ્યું કે ઇવીએમની લૂટ અને કદાચાર થયા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને નિરાશ ના થવુ જોઇએ અને તેમને તે જ ઇવીએમ મશીનની ફૉરેન્સિક તપાસ કરાવવી જોઇએ. અખિલેશ યાદવના મતની ટકાવારી આ વખતે 20% થી વધીને 37% થઇ છે.
આ પણ વાંચો.........
ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ
વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ
Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે
Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ
પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર