નાગરિકતા સંશોધન કાયદા પર PM મોદીએ કહ્યુ- દુનિયાભરના દબાણ છતાં અડગ છીએ અને રહીશું
વડાપ્રધાને આજે ચંદૌલીમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, દુનિયાભરના તમામ દબાણો છતાં નાગરિકતા સંશોધન કાયદા પર અમે અડગ રહ્યા હતા અને અડગ રહીશું.
તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય કે પછી નાગરિકતા સંસોધન કાયદાનો મુદ્દો હોય, આ નિર્ણયોની દેશ વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો. મહાદેવના આશીર્વાદથી દેશ આજે એ નિર્ણય લઇ રહ્યો છે જે અગાઉ પાછળ છોડી દેવામાં આવ્યા હતા. દેશના હિતમાં આ નિર્ણય જરૂરી હતા. દુનિયાભરના તમામ દબાણ છતાં આ નિર્ણયો પર અમે અડગ છીએ અને ભવિષ્યમાં અડગ રહીશું.PM Narendra Modi in Chandauli: For years, India had been waiting for decisions like repealing Article 370 and introduction of CAA. These decisions were necessary in interest of the country. Despite all the pressure, we stood our ground over these decisions and will remain so. pic.twitter.com/bIFoa4rrvV
— ANI UP (@ANINewsUP) February 16, 2020
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદી બાદ ઘણા સમય સુધી સમાજના પછાત લોકોની સમસ્યાઓને યથાવત રાખવામાં આવી કારણ કે એ સમયની સરકારોને એ સમસ્યાનો ઉકેલ લાવવામાં રસ નહોતો. સરકાર પછાત લોકોને પણ લાભ પહોંચાડવામાં સતત કામ કરી રહી છે. આયુષ્યમાન યોજના હેઠળ 90 લાખ ગરીબોને મફતમાં સારવારનો લાભ મળ્યો છે.Prime Minister Narendra Modi at the launch event of ‘Kashi Ek Roop Anek’ in Varanasi: The effort to make products from Uttar Pradesh available online and thereby accessible to national and international markets, will benefit the country. pic.twitter.com/RvLWhdiFW7
— ANI UP (@ANINewsUP) February 16, 2020
PM in Varanasi: I've been told that in last 2 yrs, Uttar Pradesh Institute of Design (UPID) has provided assistance in design-related artwork to 3500 craftsmen&weavers across 30 districts of state. Also, for enhancement in craft products, tool-kit has been given to 1000 artisans. pic.twitter.com/xvPeDIyrXQ
— ANI UP (@ANINewsUP) February 16, 2020