શોધખોળ કરો

Weather : ભરઉનાળે માવઠાની વણઝાર વચ્ચે અવકાશી આફતનું કમઠાણ, IMDએ આપ્યું એલર્ટ

જગતના તાતને લમણે હાથ મુકીને રડવાનો વારો આવ્યો છે. હજી આ કડાકુટમાંથી ઉંચા નથી આવ્યા ત્યાં વધુ એક અવકાશી આફત ત્રાટકવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આ કુદરતી આફતને લઈને આગાહી પણ કરી દીધી છે.

Cyclone Mocha Latest News: ભારતમાં એક તરફ ભરઉનાળે જાણે ચોમાસું હોય તેવો માહોલ જામ્યો છે. આ માવઠાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જગતના તાતને લમણે હાથ મુકીને રડવાનો વારો આવ્યો છે. હજી આ કડાકુટમાંથી ઉંચા નથી આવ્યા ત્યાં વધુ એક અવકાશી આફત ત્રાટકવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આ કુદરતી આફતને લઈને આગાહી પણ કરી દીધી છે.

ભારતીય હવામાન વિભાગે વર્ષના પહેલા ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ખતરનાક ચક્રવાતનું નામ 'મોચા' છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, 6 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં મોટું ચક્રવાત સર્જાઈ શકે છે. 8મી મેના રોજ આ ચક્રવાત ઉત્તર દિશામાં આગળ વધશે અને બંગાળની ખાડીની મધ્ય તરફ આગળ વધશે. હાલમાં, વૈજ્ઞાનિકોએ આ ચક્રવાત કયા માર્ગ પરથી પસાર થશે તે અંગે કોઈ ચોક્કસ ગણતરી કરી શક્યા નથી. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, મોચા ચક્રવાતનો માર્ગ આગામી 7મી તારીખ બાદ જ જાણી શકાશે. જો કે તેનાથી જાન-માલને વધારે નુકસાન થવાની શક્યતા નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના રાજ્યોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું 

મોકાની મહત્તમ અસર પશ્ચિમ બંગાળથી ઓરિસ્સા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં 7 થી 11 મે વચ્ચે જોવા મળશે. ચક્રવાતના ખતરાને જોતા આ રાજ્યોમાં પહેલાથી જ ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકો, માછીમારો અને બોટ ચાલકોને વહેલી તકે સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપ્યો છે. એક અંદાજ મુજબ ચક્રવાતની પવનની ઝડપ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે, પરંતુ 10 મેના રોજ ઘણી જગ્યાએ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત 7-8 મેના રોજ આંદામાન-નિકોબારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં પણ ખતરો 

હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે, ચક્રવાતનો માર્ગ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ હોઈ શકે છે, પરંતુ મ્યાનમાર તેની અસરથી અછૂત નહીં રહે. ઓડિશા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને એલર્ટ કર્યા છે. એવું માનવામાં આવે છે કે, મોચા ચક્રવાતની અસર દક્ષિણના રાજ્યો પર વધુ જોવા નહીં વર્તાય.

IMD Alert : શું મે મહિનામાં નહીં સતાવે ગરમીનો ત્રાસ? હવામાન વિભાગે કરી આગાહી

Weather Changing : માર્ચનો અંત અને એપ્રિલની શરૂઆત થતાં જ દેશના તમામ વિસ્તારોમાં ઉનાળાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. પરંતુ એક જ સપ્તાહની આકરી ગરમી બાદ હવામાનમાં એવો વળાંક આવ્યો છે કે, અત્યાર સુધી કુલર અને એસીની જરૂર જ રહી ગઈ નથી. ભારતીય હવામાન વિભાગે આગામી સમયને લઈને પણ આગાહી કરી છે જે ગરમીમાંથી રાહત આપનારી સાબિત થઈ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget