Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અન્ય કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, બિહારના ભાગોમાં આગળ વઘે તેવી શક્યતા છે.
Monsoon News: ભારતમાં ચોમાસાનું (India monsoon 2024) આગમન થઈ ગયું છે અને દેશના ઘણા ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી (pre monsoon activity) પણ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ પણ ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હી સહિત કેટલાક રાજ્યો એવા છે જ્યાં ગરમી અને હીટવેવ (heatwave) અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જ્યારે દિલ્હી એનસીઆરમાં પણ ગરમીના કારણે લોકો પરેશાન છે. હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે આ ગરમીનું મોજું હજુ થોડા દિવસો સુધી ચાલુ રહી શકે છે. જોકે, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં 18 જૂન પછી આકરી ગરમીથી રાહત મળી શકે છે.
હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અન્ય કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હીટ વેવ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં 18 જૂન સુધી ઓરેન્જ એલર્ટ રહેશે
હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીના મોજાની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે, IMD 17 જૂનના રોજ "સ્વચ્છ આકાશ, દિવસ દરમિયાન ક્યારેક તોફાની પવનો (30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે) સાથે ગંભીર હીટ વેવની સ્થિતિ ની આગાહી કરી છે. ગરમીના મોજાની સ્થિતિ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 થી 17 જૂન વચ્ચે પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીની સ્થિતિ રહેશે.
આ રાજ્યોમાં આગામી 2 દિવસ સુધી હીટ વેવની શક્યતા
હવામાન વિભાગે કહ્યું કે બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, જમ્મુ ડિવિઝન, ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 18 જૂન સુધી ગરમીની લહેર આવી શકે છે.
જાણો આ રાજ્યોમાં કેવું રહેશે હવામાન?
IMD અનુસાર, આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત, આગામી 7 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. IMD અનુસાર, મેઘાલયના કેટલાક વિસ્તારોમાં 19 જૂન સુધીમાં અને આસામમાં 17 જૂનથી 19 જૂન વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે. ઓડિશામાં 18 અને 19 જૂને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ગંગાના મેદાનોમાં આગામી ચાર દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
उत्तर प्रदेश के अलग-अलग हिस्सों में 20 जून, 2024 को उष्ण लहर की स्थिति होने की संभावना है भारत मौसम विज्ञान विभाग का निरंतर प्रयास, सुरक्षित रहे हमारा समाज#heatwavealert #weatherupdate #heatwave pic.twitter.com/wtjFj8D0Ch
— India Meteorological Department (@Indiametdept) June 16, 2024