શોધખોળ કરો
Advertisement
મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- BJPના ઈશારે તારીખોની જાહેરાત થઈ
આઠ તબક્કામાં મતદાન યોજાવાની જાહેરાત બાદ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા કહ્યું ભાજપના હિસાબથી ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે. આઠ તબક્કામાં મતદાન યોજાવાની જાહેરાત બાદ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા કહ્યું ભાજપના હિસાબથી ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. સવાલ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્નજીએ પૂછ્યું કે એક જ જિલ્લામાં ત્રણ તબક્કમા મતદાન કેમ. તેમણે કહ્યું આ વખતે પશ્ચિમન બંગાળમાં આઠ તબક્કામાં ખેલ ખેલાશે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી પંચે ભાજપના કહેવાથી આવુ કર્યું છે. તેમણે કહ્યું બંગાળ પર બંગાળી જ રાજ કરશે કોઈ બહારનાને ઘૂસવા દેવામાં નહી આવે.
મમતા બેનર્જીએ કહ્યું, ચૂંટણી પંચે પીએમ મોદી અને અમિત શાહના પ્રવાસના હિસાબે તારીખોની જાહેરાત કરી છે. જે ભાજપે કહ્યું ચૂંટણી પંચે તે કર્યું છે. ગૃહ મંત્રી પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. અમે કોઈપણ સંજોગોમાં ભાજપને હરાવશું. ખેલ ચાલું જ છે અમે રમીશું અને જીતશું પણ.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું, પીએમ પોતાની તાકાતનો દુરપયોગ ન કરે. તેમાં ભાજપનો કોઈ ફાયદો નહી થાય. ભાજપને બંગાળની જનતા જવાબ આપશે. ભાજપ જનતાને હિંદુ મુસ્લિમમાં ભાગલા પાડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement