શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળ: નૈહાટીમાં ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં એક ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ થતા 5 લોકોના મોત થયા છે.
નૈહાટી: પશ્ચિમ બંગાળમાં એક ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ થતા 5 લોકોના મોત થયા છે. હાલ આગને કાબુમાં લેવા માટે ઘણા ફાયરબ્રિગેડના વાહનોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. જોકે હજી સુધી આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટના કારણે ફેક્ટરીને નુકસાન પહોંચ્યું છે. હાલ તો ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી છે અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં આ પ્રકારની ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બની હતી. જેમાં ફટાકડાની ફેકટરીમાં કામ કરતા બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.West Bengal: Five persons dead in an explosion at a firecracker factory in Naihati area of North 24 Parganas district. Fire tenders present at the spot. pic.twitter.com/DhdEtLhoSV
— ANI (@ANI) January 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement