શોધખોળ કરો

લાઇવ સ્ટ્રીમિંગની માંગ પર અડગ રહ્યા ડૉક્ટરો, વાતચીત ફરી નિષ્ફળ, મમતા બોલ્યાં - આ રીતે મારું અપમાન ન કરી શકો

Junior Doctor Delegation Met CM Mamata: ડૉક્ટરોએ સીએમને લખેલા એક ઈમેલમાં કહ્યું કે તેઓ છેલ્લા 35 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને તેમની પાંચ માંગણીઓ માટે રસ્તા પર ઉતર્યા છે.

West Bengal Junior Doctor Front Delegation Met CM Mamata: પશ્ચિમ બંગાળમાં હડતાળ કરી રહેલા ડૉક્ટરો અને સીએમ મમતા બેનરજી વચ્ચેની બેઠક બીજી વખત નિષ્ફળ ગઈ. આ ડૉક્ટરો આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. આ પહેલાં ગુરુવારે પશ્ચિમ બંગાળ સરકારે ડૉક્ટરોની બેઠક બોલાવી હતી. મમતા બેનરજી રાહ જોતા રહ્યા અને ડૉક્ટરો પહોંચ્યા નહીં. આંદોલન કરી રહેલા ડૉક્ટરોએ શનિવારે પશ્ચિમ બંગાળ સરકારને ઈમેલ મોકલીને બેઠક બોલાવવાની માંગ કરી હતી. ત્યારબાદ મમતા સરકાર તરફથી 6 વાગ્યે બેઠકનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જુનિયર ડૉક્ટરોનું જૂથ બેઠક માટે સીએમ નિવાસે પહોંચ્યું. પરંતુ બેઠકની લાઇવ સ્ટ્રીમિંગને લઈને બેઠક શરૂ થઈ શકી નહીં. ડૉક્ટરોની માંગ છે કે બેઠકની લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવે. જ્યારે મમતા બેનરજીએ કહ્યું કે મામલો કોર્ટમાં છે, તેથી બેઠકની લાઇવ સ્ટ્રીમિંગ ન કરી શકાય.

મમતા બોલ્યાં - તમે આ રીતે મારું અપમાન ન કરી શકો

મમતા બેનરજીએ ડૉક્ટરોને મનાવવાનો પ્રયાસ કર્યો. મમતાએ કહ્યું, અમે ઘણા દિવસોથી આ ગતિરોધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કૃપા કરીને વાતચીત કરો. જ્યારે ડૉક્ટરો પોતાની માંગ પર અડગ રહ્યા તો મમતા બેનરજીએ કહ્યું, તમે આ રીતે મારું અપમાન ન કરી શકો.

લાઇવ અપડેટ્સ

ડૉક્ટરોએ પશ્ચિમ બંગાળ સરકારને ઈમેલ મોકલીને બેઠક માટે સમય માંગ્યો. આમાં ડૉક્ટરોએ પોતાની માંગણીઓ પણ રજૂ કરી.

પશ્ચિમ બંગાળ સરકારે સીએમ નિવાસ પર સાંજે 6 વાગ્યે મીટિંગનો સમય નક્કી કર્યો.

આંદોલન કરી રહેલા જુનિયર ડૉક્ટરોનું એક જૂથ બેઠક માટે સીએમ નિવાસે પહોંચ્યું.

ડૉક્ટરોએ બેઠકની લાઇવ સ્ટ્રીમિંગની માંગ રાખી.

મમતા બેનરજીએ લાઇવ સ્ટ્રીમિંગ વિના બેઠકની વાત કહી.

તેમણે કહ્યું, આ મામલો કોર્ટમાં છે, આવી સ્થિતિમાં અમે આ બેઠકની લાઇવ સ્ટ્રીમિંગ નહીં કરી શકીએ.

મમતાએ કહ્યું, અમે ઘણા દિવસોથી આ ગતિરોધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કૃપા કરીને વાતચીત કરો.

મમતા બેનરજીએ આ દરમિયાન કહ્યું કે તમે આ રીતે મારું અપમાન ન કરી શકો.

આ પહેલાં ડૉક્ટરોએ પશ્ચિમ બંગાળ સરકારને ઈમેલ મોકલીને બેઠક માટે સમય માંગ્યો હતો. આ પહેલાં ગુરુવારે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ડૉક્ટરો પહોંચ્યા નહીં, જ્યારે મમતા બેનરજી રાહ જોતી રહી હતી. ત્યારબાદ વાતચીત નિષ્ફળ ગઈ હતી.

ડૉક્ટરોએ ઈમેલમાં શું કહ્યું?

ડૉક્ટરોએ સીએમને લખેલા એક ઈમેલમાં લખ્યું હતું કે તેઓ છેલ્લા 35 દિવસથી આંદોલનરત છે અને તેમની પાંચ માંગણીઓ માટે રસ્તા પર ઉતર્યા છે. વેસ્ટ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટે સરકાર સાથે વાતચીત માટે ચાર શરતો રાખી છે. તેમની પ્રથમ માંગ હતી કે આંદોલનમાં 26 પ્રતિનિધિઓની જગ્યાએ તેમની સંખ્યા વધારીને 30 કરવામાં આવે, જોકે પ્રતિનિધિમંડળમાં કેટલા લોકો છે તેની માહિતી સ્પષ્ટ નથી. આ ઉપરાંત શરત છે કે બેઠકમાં સામેલ થયા બાદ ડૉક્ટરો પર કામ પર પાછા ફરવાનું દબાણ નહીં બનાવવામાં આવે.

વળી ત્રીજી માંગ છે કે બેઠકનું લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવશે (આ પર પણ સ્પષ્ટતા નથી) અને છેલ્લી માંગ છે કે સરકાર સાથેની વાતચીત માત્ર તે પાંચ માંગણીઓ પર કેન્દ્રિત રહેશે જે પહેલાં જણાવવામાં આવી છે.

પીડિતાની માતાએ સીએમને લઈને શું કહ્યું?

આરજી કર હોસ્પિટલની પીડિતાની માતાએ સીએમ મમતા બેનરજીને લઈને કહ્યું, "માત્ર એટલું કહેવાને બદલે કે જે પણ દોષી માલૂમ પડશે તેને સજા કરવામાં આવશે, તેમણે વધુ સ્પષ્ટ થવું જોઈતું હતું. ઘટનાસ્થળે પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો અને માત્ર એક વ્યક્તિની ધરપકડને ધ્યાનમાં રાખતાં, અમે આશા રાખી રહ્યા હતા કે સીએમ આ મામલામાં વધુ સ્પષ્ટતા બતાવશે."

પીડિતાની માતાએ જોકે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી અને આંદોલનકારી ડૉક્ટરો વચ્ચેની વાતચીતનું પરિણામ આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarkantha Accident|  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોતJammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગPager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp AsmitaAmbaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
દિલ્લીના કરોલબાગમાં  બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
દિલ્લીના કરોલબાગમાં બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
Tongue Color: તમારી જીભનો કલર બતાવી દે છે કે તમને કયો રોગ છે,અરીસામાં જોઈને તમે પણ જાણી શકો છો
Tongue Color: તમારી જીભનો કલર બતાવી દે છે કે તમને કયો રોગ છે,અરીસામાં જોઈને તમે પણ જાણી શકો છો
Embed widget