શોધખોળ કરો

West Bengal: '1 સપ્ટેમ્બરે જ આવી ગ્યા 4 કેસ', કોલકત્તામાં રેપ બાદ ફરીથી ફસાઇ મમતા સરકાર, BJPનો મોટો હુમલો

Kolkata Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કૉલેજ તાલીમાર્થી ડૉક્ટર સાથેના દુષ્કર્મ-હત્યાના કેસ બાદથી વિપક્ષ દ્વારા સતત નિશાન બનાવાતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી

Kolkata Doctor Rape Murder Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથેના દુષ્કર્મ-હત્યાના કેસ બાદથી વિપક્ષ દ્વારા સતત નિશાન બનાવાતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. ડૉક્ટર દુષ્કર્મ કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે રાજ્યમાં યૌન ઉત્પીડનના વધુ ચાર કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. શનિવારે (31 ઓગસ્ટ 2024) બનેલી આ ઘટનાઓ બાદ ભાજપે ફરી એકવાર TMC સરકાર પર નિશાન સાધ્યું છે.

આ ચાર કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ ફરી એકવાર પ્રદર્શન કર્યું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જો કે પોલીસે કહ્યું છે કે તેઓ આ તમામ કેસમાં કાર્યવાહી કરશે. ચાલો જાણીએ ક્યાં, શું થયું અને શા માટે મમતા બેનર્જી ફરી સવાલોથી ઘેરાઈ ગયા છે.

1. બીરભૂમ 
અહીંના લાંબાબજાર હેલ્થ સેન્ટરમાં એક નર્સની છેડતીનો મામલો સામે આવ્યો છે, એવો આરોપ છે કે શેખ અબ્બાસુદ્દીન નામના વ્યક્તિએ તેની નાઈટ ડ્યૂટી દરમિયાન નર્સના પ્રાઈવેટ પાર્ટને જબરદસ્તીથી સ્પર્શ કર્યો હતો.

2. નાદિયા 
નદિયાના કૃષ્ણગંજના ભજનઘાટમાં કિશોરી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં પીડિતાનું કહેવું છે કે જ્યારે તે સામાન લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પાડોશી તેને ગાર્ડનમાં ખેંચી ગયો હતો, તેની સાથે બળાત્કાર કર્યો હતો અને ધમકી આપી હતી.

3. મધ્યમગ્રામ 
મધ્યગ્રામમાં ટીએમસીના એક પંચાયત સભ્ય પર બીજા વર્ગમાં ભણતી સગીર સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. લોકો હોબાળો મચાવી રહ્યા છે.

4. હાવડા સદર 
શનિવારે રાત્રે હાવડા સદર હૉસ્પિટલના સીટી સ્કેનર રૂમમાં એક યુવતીના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે.

મમતા બેનર્જીને અમિત માલવિયાએ આડેહાથ લીધા 
આ સાથે જ એક જ દિવસમાં આવેલા આ ચાર મામલાઓને લઈને ભાજપ પણ આક્રમક બન્યું છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ રવિવારે (1 સપ્ટેમ્બર 2024) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મમતા બેનર્જીની સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. અમિત માલવિયાએ X પર લખ્યું, "પશ્ચિમ બંગાળમાં સપ્ટેમ્બર 2024નો પ્રથમ દિવસ જાતીય સતામણીના ચાર કેસ સાથે શરૂ થયો." આ ચાર ઘટનાઓનો વિગતવાર ઉલ્લેખ કરીને તેમણે ટીએમસી સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા છે.

તેમને આગળ લખ્યું...
“બીરભૂમના લાંબાબજાર આરોગ્ય કેન્દ્રમાં નર્સની છેડતી થઈ. શેખ અબ્બાસુદ્દીન નામના વ્યક્તિએ નાઈટ ડ્યુટી દરમિયાન તેના પ્રાઈવેટ પાર્ટને બળપૂર્વક સ્પર્શ કર્યો હતો. મમતા બેનર્જી મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવાને બદલે રાત્રે કામ કરવા માટે નર્સોને દોષી ઠેરવશે.
નાદિયાના કૃષ્ણગંજના ભજનઘાટમાં એક સગીર પર દુષ્કર્મ.
મધ્યગ્રામમાં ટીએમસીના એક પંચાયત સભ્યએ બીજા ધોરણમાં ભણતી સગીર પર દુષ્કર્મ ગુજાર્યો હતો.
"શનિવારે રાત્રે હાવડા સદર હૉસ્પિટલના સીટી સ્કેનર રૂમમાં એક છોકરીનું યૌન શોષણ થયું હતું."

મમતા બેનર્જીને ગણાવી મોટી મુસીબત 
અમિત માલવિયાએ આગળ લખ્યું, મમતા બેનર્જીનો આભાર, પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્ય બનતુ છે. તેણે દુષ્કર્મ અને પૉક્સોના કેસમાં આરોપીઓને સજા આપવા માટે કડક નિયમો લાગુ કરવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટે કંઈ કર્યું નથી. મુખ્યમંત્રી તરીકે તેઓ આપત્તિજનક છે અને તેમણે રાજીનામું આપવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Farmer: પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંHun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલ મલ્ટી કે મની સ્પેશિયાલીસ્ટKhyati Hospital Incident : આરોગ્ય સેવાનું ખાનગીકારણ કરવાનું સુનિયોજિત કાવતરું: મનીષ દોશીTulsi Vivah: ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Aadhaar Update: આધારકાર્ડમાં કેટલી વખત બદલી શકો છો ડિટેલ ? જાણો તમામ જાણકારી  
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Embed widget