શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદીએ રાજ્યસભામાં રડતાં રડતાં કોંગ્રેસના નેતા આઝાદ વિશે શું કહ્યું ? જાણો મોદીએ કહેલો આખો કિસ્સો
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સત્તા જીવનમાં આવતી રહે છે. તેને કેવી રીતે પચાવવી તે ગુલાબ નબી આઝાદ પાસેથી શીખવા મળે છે. પીએમ મોદીએ કહ્યું કે, એક મિત્ર તરીકે હું આઝાદજીનો ખૂબ જ આદાર કરુ છું.
નવી દિલ્લીઃ રાજ્યસભામાં આજે અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને વિદાય આપતી વખતે પ્રવચન આપતી વખતે મોદી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે બનેલી એક ઘટનાને યાદ કરીને રડી પડ્યા હતા. ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
જમ્મુ અને કાશ્મીરમાં એ વખતે થયેલા આતંકવાદી હુમલા વખતે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની સલામતીની ખાતરી આપી હતી. મોદીએ આઝાદ એ વખતે રડી પડ્યા હતા તેનો ઉલ્લેખ કરીને પોતે પણ રડી પડ્યા હતા. મોદી વારંવાર ભાવુક થઈને રડતા રહ્યા હતા ને વચ્ચે વચ્ચે બોલી પણ નહોતા શકતા. તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. ગુલામ નબી આઝાદે તેમને ત્રણ વાર ફોન કરીને મિત્રના રૂપમાં પોતાના તરફ અને ગુજરાતીઓ તરફ બતાવેલી લાગણીને પોતે કદી નહીં ભૂલી શકે એવું તેમણે કહ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતના પ્રવાસીઓ પર જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો, સૌથી પહેલા ગુલાબ નબી આઝાદનો ફોન તેમની પાસે આવ્યો. તે ફોન માત્ર સૂચના આપવા માટે ન હતો પરંતુ ફોન પર ગુલામ નબી આઝાદના આંસુ રોકાઈ રહ્યા ન હતા.
પીએમ મોદીએ કહ્યું કે, તે સમયે પ્રણબ મુખર્જી રક્ષા મંત્રી હતા, તો તેમની પાસે આર્મીના પ્લેનની વ્યવસ્થાની માગ કરી. એ દરમિયાન એરપોર્ટથી જ ગુલાબ નબી આઝાદે ફોન કર્યો, જેમ પરિવારના સભ્યોની ચિંતા વ્યક્ત કરવામાં આવે છે તેવી જ રીતે આઝાદે તેની ચિંતા વ્યક્ત કરી.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સત્તા જીવનમાં આવતી રહે છે. તેને કેવી રીતે પચાવવી તે ગુલાબ નબી આઝાદ પાસેથી શીખવા મળે છે. પીએમ મોદીએ કહ્યું કે, એક મિત્ર તરીકે હું આઝાદજીનો ખૂબ જ આદાર કરુ છું.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદ પક્ષની સાથે દેશું પણ વિચારતા હતા, તેમની જગ્યા ભરવી કોઈપણ માટે મુશ્કેલ હશે. જ્યારે હું ચૂંટમી રાજનીતિમાં ન હતો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાતો કરતા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે અમને વાતો કરતાં પત્રકારોએ જોયા તો ગુલાબ નબી આઝાદે પત્રકારોને જવાબ આપતા કહ્યું કે, તમે ભલે નેતાઓને ટીવી પર લડતા જુઓ, પરંતુ અહીં પરિવાર જેવો માહોલ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion