ગુજરાતમાં કોરોનાના દર્દીઓને થતો જીવલેણ મ્યુકોરમાઇકોસિસ રોગ શું છે ? આ રોગનો દર્દી કેમ બચતો નથી ?
મ્યુકોરમાઇકોસિસના આ જીવલેણ રોગમાં આંખો, ગાલ નીચેના ભાગમાં સોજા આવવા, તાવ આવવો અને શરીરમાં દુ:ખાવા જેવાં લક્ષણો હોય છે.
![ગુજરાતમાં કોરોનાના દર્દીઓને થતો જીવલેણ મ્યુકોરમાઇકોસિસ રોગ શું છે ? આ રોગનો દર્દી કેમ બચતો નથી ? What is the fatal mucormycosis disease of corona patients in Gujarat? Why does a patient with this disease not survive? ગુજરાતમાં કોરોનાના દર્દીઓને થતો જીવલેણ મ્યુકોરમાઇકોસિસ રોગ શું છે ? આ રોગનો દર્દી કેમ બચતો નથી ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/07/50dcc2a95a6d0e346d51793ab55adab0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે હવે કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસના કેસો પણ નોંધાતાં લોકોની તકલીફો વધી છે. ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં મોટા પ્રમાણમાં મ્યુકોરમાઇકોસિસના કેસો મળી આવતાં ડોક્ટરો ચોંકી ઉઠ્યા છે. કોરોનાના દર્દીઓને આ રોગ થતાં તેમના માટે જે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
મ્યુકોરમાઇકોસિસના આ જીવલેણ રોગમાં આંખો, ગાલ નીચેના ભાગમાં સોજા આવવા, તાવ આવવો અને શરીરમાં દુ:ખાવા જેવાં લક્ષણો હોય છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ પૈકીના તમામ અગાઉ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે અને કોરોના મટવાના આરે હતો ત્યારે જ આ ગનો ભોગ બનતાં તેમના માટે જીવલેણ સાબિત થયો છે.
મ્યુકોરમાઇકોસિસ ફૂગ સામાન્ય છે. સામાન્ય સંજોગોમાં સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને મ્યુકોરમાઇકોસિસ ફૂગ અસર કરતી નથી પણ કોરોનાની સારવાર દરમિયાન અપાતા સ્ટીરોઇડના હાઇ ડોઝ ડાયાબીટિસ ધરાવતા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પાડે છે. તેન કારણે આ ફૂગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે.
કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન આપવામાં આવે છે પણ આ ઓક્સિજન સાથેનું પાણી સ્ટરાઇલ રાખવાનું હોય છે. જો પાણી સ્ટરાઇલ ન કર્યું હોય તો પણ મ્યુકોર માઇકોસિસના ચેપની શક્યતા રહેલી હોય છે.
એકવાર મ્યુકોરમાઇકોસિસ ફુગનું સંક્રમણ થાય પછી તે શરીરમાં ઝડપથી પ્રસરવા માંડે છે. શરીરનાં મહત્વનાં અવયવો ફેફસા , મગજ અને કીડનીને પણ નુકસાન પહોંચાડે છે. જો ઝડપથી અને સમયસર સારવાર શરૂ ન કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ દર્દીનું મૃત્યુ થઇ જાય છે. ઘમા કિસ્સામાં કોરોના મટ્યા બાદ 1520 દિવસ બાદ આ રોગનાં લક્ષણો દેખાય થે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હવે મ્યુકોરમાઇકોસિસના રોગની ઝપટમાં આવી રહ્યા છે. પ્રથમ વેવ કરતા સેકન્ડ વેવમાં મ્યુકોરમાઇકોસિસ સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના 50 દિવસમા 100 કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે 20ના મોત થયા છે. સ્ટિરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દીઓ માટે વધુ જોખમી સાબિત થાય છે મ્યુકોરમાઈકોસિસ.
કોરોનાના પ્રથમ વેવમાં કોરોના થયા બાદ દોઢથી બે મહિને લક્ષણ દર્દીઓને દેખાતા હતા. બીજા વેવમાં 15 થી 30 દિવસમાં લક્ષણો દેખાય છે. રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઇકોસીસ માટે આજથી અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)