શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોનાના 77,266 નવા કેસ છતાં શું છે સારા સમાચાર ? જાણો કોરોનાના કેસોનું અપડેટ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 77,266 કેસ નોંધાતાં દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 33,87,500 થઈ છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 77,266 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 1057 દર્દીઓનાં મોત થયાં છે અને 60,177 દર્દી કોરોનાને મહાત આપીને સાજા થયા છે. સારા સમાચાર એ છે કે, જેટલા નવા કેસ આવે છે તેટલા જ પ્રમાણમાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. એ જ રીતે કોરોનાના ચેપ લાગ્યા પછી મોતને ભેટનારા લોકોનું પ્રમાણ બે ટકાથી ઓછું છે એ પણ સારા સામાચાર છે.
કેન્દ્ર સરકારે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 77,266 કેસ નોંધાતાં દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 33,87,500 થઈ છે. આ પૈકી એક્ટિવ કેસોની સંખ્યા 7,42,023 છે જ્યારે સાજા થઈ ગયેલા દર્દીઓની સંખ્યા 25,83,948 છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 31,529 પર પહોંચી છે. દેશમાં કોરોનાના દર્દીઓમાં મૃત્યુનો જર માત્ર 1.81 ટકા છે જ્યારે રીક્વરી રેટ 76.27 ટકા છે. દેશભરમાં 27 ઓગસ્ટ સુધીમાં 9,01,338 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement