શોધખોળ કરો

હવે કારણ વિના ચેઇન પુલિંગ કરવી પડશે ભારે, ટ્રેન રોકાઇ તો દર મિનિટે આપવો પડશે આટલો દંડ

રેલવે એક્ટની કલમ 141 હેઠળ આ કેસોમાં કુલ 2 લાખ 90 હજાર 775 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે

Chain Pulling Fine In Indian Railways: હવે જો તમે કોઈ કારણ વગર ટ્રેનની ચેઈન ખેંચો છો તો ભારે દંડ ભરવો પડશે. વાસ્તવમાં  હવે ભારતીય રેલવેમાં ચેઈન પુલિંગ મોંઘુ થશે. જો તમે આવું કરો છો તો 500 રૂપિયાના દંડ ઉપરાંત તમારે ડિન્ટેશન ચાર્જ પણ ચૂકવવો પડશે. તમારે પ્રતિ મિનિટ 8 હજાર રૂપિયા ડિટેન્શન ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય 500 રૂપિયા દંડ તરીકે ચૂકવવા પડશે. આ રીતે જો ટ્રેન 5 મિનિટ રોકાય છે તો તમારે 40 હજાર રૂપિયા અને 500 રૂપિયા ડિટેન્શન ચાર્જ ચૂકવવા પડશે.

હવે ચેઇન પુલિંગ માટે 8,000 રૂપિયા પ્રતિ મિનિટ ચાર્જ થશે

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, એકવાર ચેઇન પુલિંગ થયા પછી ટ્રેનને ફરીથી શરૂ કરવામાં લગભગ 5-7 મિનિટનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન રેલવેને ભારે નુકસાન સહન કરવું પડે છે. અત્યાર સુધી આ માટે માત્ર 500 રૂપિયાના દંડની જોગવાઈ હતી, પરંતુ તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભોપાલ ડિવિઝન રેલવે મેનેજર દેવાશિષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ નિયમ પશ્ચિમ રેલવેના ભોપાલ ડિવિઝનમાં 6 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં ભોપાલ રેલવે ડિવિઝનમાં ચેઈન પુલિંગના 1262 કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.

તો આવા મુસાફરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે

રેલવે એક્ટની કલમ 141 હેઠળ આ કેસોમાં કુલ 2 લાખ 90 હજાર 775 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેઇન પુલિંગ સમયે ઘણા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી જાય છે અને ભાગવા લાગે છે.

નવી સિસ્ટમ હેઠળ જો આવા લોકો ચેઇન પુલિંગમાં દોષિત સાબિત થશે તો તેમની પાસેથી અલગથી દંડ વસૂલવામાં આવશે. આવા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે ચેઈન પુલિંગના કિસ્સામાં કોઈ નિર્દોષ મુસાફરે ટ્રેનમાં ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

આવતા વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવાનું છે. 13 જાન્યુઆરીથી શરૂ થનારો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમ જેમ મહાકુંભની તારીખ નજીક આવી રહી છે. તેવી જ રીતે કુંભ મેળાની તૈયારીઓ પણ વેગ પકડી રહી છે. મહાકુંભમાં આવતા ભક્તો વિવિધ રાજ્યોમાંથી આવે છે. જેઓ ટેન્ટમાં રહે છે. હવે IRCTCએ આ ભક્તો માટે મોટી સુવિધાની જાહેરાત કરી છે.

IRCTC: મહાકુંભ માટે અગાઉથી જ બુક થઇ જશે તમારો ટેન્ટ, IRCTC આપી રહી છે સુવિધા

ટોપ સ્ટોરી

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

Embed widget