Health Tips: કોરોના મહામારીમાં કોવિડ-19ના વાયરસથી રક્ષણ મેળવવા માટે શું ખાવું ન લેશો, જાણો શું કહે છે ન્યુટ્રીશનિસ્ટ
કોરોનાની મહામારીથી બચવા માટે ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ રાખવી જરૂરી છે. ઇમ્યૂન સિસ્ટમનો આધાર આપણી આહાર શૈલી પર પણ રહેલો છે. તો મહામારીમાં શું ખાવું અને શું ન લેવું તે જાણીએ
![Health Tips: કોરોના મહામારીમાં કોવિડ-19ના વાયરસથી રક્ષણ મેળવવા માટે શું ખાવું ન લેશો, જાણો શું કહે છે ન્યુટ્રીશનિસ્ટ what to eat to protect against new strains of coronavirus Health Tips: કોરોના મહામારીમાં કોવિડ-19ના વાયરસથી રક્ષણ મેળવવા માટે શું ખાવું ન લેશો, જાણો શું કહે છે ન્યુટ્રીશનિસ્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/15/2b6142c4590ffce80107b07a5a20c032_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હેલ્થ:કોરોનાની મહામારીની હાલ બીજી લહેરનો સામનો દેશ કરી રહ્યો છે. કોરોનાની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. રોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે તો હજારો મોત થઇ રહી છે. આ સ્થિતિમાં કોવિડથી બચાવ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હેલ્થ નિષ્ણાત કહે છે કે, જો ઇમ્યુનિટી મજબૂત હોય તો વાયરસ શરીરમાં વધુ નુકસાન નથી પહોંચાડીી શકતો, તો શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે આપણી આહાર અને જીવનશૈલી પર થોડું ધ્યાન આપવું જરૂરી છે. તો ચાલો જાણીએ કેવી આહાર શૈલી આપ આપની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી શકો છો.
કોરોનાની મહામારીમાં જાતને સ્વસ્થ રાખવા માટે ખાનપાનની શૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. શરીરની તંદુરસ્તી જાળવવા માટે પ્રોસેસ્ડ ફૂડને અવોઇડ કરવું જોઇએ. તો જાણીએ ક્યાં ફૂડ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.
મહામારીમાં આ ફૂડને કરો અવોઇડ
કોરોનાની મહારમારીમાં શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે કારણ કે જો મહામારીમાં બીમાર પડશો તો ઇમ્યૂન સિસ્ટમ નબળી પડશે અને નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકો પર કોવિડ વાયરસ પણ ઝડપથી હાવિ થઇ જાય છે. આ સ્થિતિમાં ખુદને તંદુરસ્ત રાાખવું એ પહેલી શરત છે. આ માટે આહાર શૈલી પર ઘ્યાન આપવું જરૂરી છે. પ્રિઝર્વ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરવા જોઇએ. પ્રોસેસ્ડ ફૂ઼ડ પણ ન લેવા જોઇએ. વાસી અને લાંબા સમય ફ્રિઝમાં રાખલો ખોરાક ન લેવો જોઇએ. કોલ્ડ ડ્રિન્ક સદંતર બંધ કરી દેવા જોઇએ. નમક અને શુગરની માત્રા પણ ડાયટમાં ન વધે તેનું ધ્યાન રાખવું જોઇએ. તળેવા સ્પાઇસી ફૂડને પણ અવોઇડ કરવા જોઇએ
ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ
શરીરને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં નેચરલ ફૂડને સામેલ કરો. ડાયટમાં સિઝનલ બે શાકને સામેલ કરો,. પ્રોટીન માટે દાળ લઇ શકાય. તાજા સિઝનલ ફ્રળ દિવસમાં 2 લેવાનું રાખો. દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું. વિટામીન સીથી ભરપૂર ફ્ળો લઇ શકાય . ફ્રેશ અને અનપ્રોસેસ્ડ ફૂડ લો. સવારે હુંફાળા પાણમાં લીંબુનો રસ મિકસ કરીને પીવો, તરબૂત, શક્કર ટેટી જેવા પાણીથી ભરપૂર ફ્રૂટસ લો. શરીરને હાઇ઼ડ્રેઇટ રાખો. કાકડી,પાલકને ડાયટમાં સામેલ કરો,. કાચું ગ્રીન સલાડ લેવાનો આગ્રહ રાખો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)