શોધખોળ કરો
Advertisement
ક્યા ગુજરાતી યુવા IAS અધિકારી PM મોદીના પ્રાઈવેટ સેક્રેટરી નિમાયા ? ગુજરાતમાં ક્યા હોદ્દા ભોગવી ચૂક્યા છે ?
હાર્દિક શાહે બી.ટેક અને એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમાં યુનિવર્સિટિમાં ટોપર્ટ રહ્યા છે.
નવી દિલ્હીઃ ગુજરાત કેડરના અને 2010ની બેચના IAS અધિકારી હાર્દિક સતીષચંદ્ર શાહની વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ પહેલા તેઓ વડાપ્રધાન કાર્યાલય(PMO)માં ડેપ્યુટી સેક્રેટરી હતી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં લાંબા સમય સુધી સેવા આપ્યા બાદ હાર્દિક શાહને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના પર્સનલ સેક્રેટરી (PS) પદે નિયુક્તિ આપવામાં આવી હતી. ગુજરાતમાં તેમણે સાબરકાંઠાના કલેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
હાર્દિક શાહે બી.ટેક અને એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમાં યુનિવર્સિટિમાં ટોપર્ટ રહ્યા છે. લૉ યુનિવર્સિટીમાં તેઓ યુનિવર્સિટિમાં સેકન્ડ રહ્યા હતા. પર્યાવરણના વિષય પર તેમણે પી.એચડી. પણ કરી છે. આ માટે હાર્વર્ડ યુનિવર્સિટિમાં રિસર્ચ પણ કર્યું છે. 2012થી 2015ના ગાલામાં તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિમાં ગવર્મેન્ટ પોલીસી વિષયક લેક્ચર્સ પણ આપ્યા હતા.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મમ્બર સેક્રેટરી તરીકે ગુજરાતમાં પ્રદુષણ ફેલાવતા એકમો સામે તેમણે કડક હાથે પગલાં લીધા હતા. તેમના આ કાર્યના વખાણ પણ થયા હતા અને તેમને કેન્દ્રના વન અને પર્યાવરણ ખાતામાં પોસ્ટિંગ મળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement