શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના ક્યા પ્રધાને સિબ્બલ-આઝાદને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જવા કહ્યું ?
આઝાદ અને સિબ્બલનું કોંગ્રેસમાં અપમાન થઈ રહ્યું છે ત્યારે તેમણે નિર્ણય કરી લેવો જોઈએ કે હવે કોંગ્રેસમાં રહેવા જેવું નથી. જે લોકોએ કોંગ્રેસને ઊભી કરી છેતેમની સામે આક્ષેપ કરીને રાહુલ ગાંધી ખોટું કરી રહ્યા છે.
નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારના સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલને ભાજપમાં જોડાઈ જવાની સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ આઝાદ અને સિબ્બલ ભાજપ ના ઈશારે વર્તતા હોવાનો આક્ષેપ સીડબલ્યુસીની બેઠકમાં કર્યો હતો. આ આક્ષેપો પછી બંનેનું સતત અપમાન થઈ રહ્યું છે ત્યારે મિલીભગતના બંનેએ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવું જોઈએ.
આઠવલેએ કહ્યું કે, આઝાદ અને સિબ્બલનું કોંગ્રેસમાં અપમાન થઈ રહ્યું છે ત્યારે તેમણે નિર્ણય કરી લેવો જોઈએ કે હવે કોંગ્રેસમાં રહેવા જેવું નથી. જે લોકોએ કોંગ્રેસને ઊભી કરી છેતેમની સામે આક્ષેપ કરીને રાહુલ ગાંધી ખોટું કરી રહ્યા છે.
કોંગ્રેસના 23 નેતાઓએ પાર્ટીમાં ફેરફારોની માંગ કરતો પત્ર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને લખ્યો હતો. આઝાદ અને સિબ્બલ આ 23 નેતાઓમાં હતા. 24 ઓગસ્ટે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ પત્ર લખનાર નેતાઓ સામે ભાજપ સાથે મિલીભગતનો આક્ષેપ કર્યો હોવાના સમાચાર આવ્યા હતા. આઝાદ અને સિબ્બલે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ પછીથી બંનેએ કહ્યું કે, રાહુલે ભાજપના ઈશારે વર્તતા હોવાની કોઈ વાત કહી નથી.
આઠવલેએ કહ્યું કે, એનડીએ સરકાર લાંબા સમય સુધી સત્તામાં રહેશે. આગામી પેટાચૂંટણીમાં 350 બેઠકો મળવાની આશા છે. ભાજપ સામાન્ય લોકોની પાર્ટી છે અને તમામ જાતિ, વર્ગ અને ધર્મના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આઝાદ તથા સિબ્બલે પણ જોડાઈ જવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement