જાણો, આવનાર સપ્તાહમાં ક્યા કયાં રાજ્યોમાં લોકડાઉન વધ્યું અને ક્યાં રાજ્યોમાં અપાઇ છૂટછાટ
પૂર્વાત્તરના કેટલાક રાજ્યોમાં પણ પ્રતિબંધની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર 14 એપ્રિલથી લાગૂ પ્રતિબંધને પહેલાથી 15 દિવસ લંબાવી ચૂક્યો છે.
નવી દિલ્લી: કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવામાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન અથવા અન્ય પ્રતિબંધ સોમવારથી આવતા સપ્તાહથી માંડીને પંદર દિવસ સુધી વધારવાની જાહેરાત કરી છે. તો દિલ્લી, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદશમાં પ્રતિબંધમાં કેટલીક છૂટ આપવાનો નિર્ણય કરાયો છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનમાં રાજ્યમાં પ્રતિબંધોને 9 જૂન સુધી વધાર્યો છે. જ્યારે પુડુચેરી સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકડાઉનને સાત જૂન સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે. તમિલનાડુ લોકડાઉનને પહેલાથી જ સાત જુન સુધી વધારી દેવાઇ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બી,એસ.યેદુયુરપ્પાએ કહ્યું કે, જો લોકો સહયોગ કરે અને કેસમાં ઘટાડો થાય તો પ્રતિબંધને લંબાવવાનો સવાલ જ નથી ઉપસ્થિતિ થતો. કર્ણાટક સરકારે સાત જુન સુધી લોકડાઉન અમલી કરવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે 14 એપ્રિલથી લાગુ પ્રતિબંધને વધુ 15 દિવસ વધાર્યો છે. આ પ્રતિબંધ એક જૂને ખતમ થશે. ગોવા સરકારે શનિવારે કોરોના કર્ફ્યૂને સાત જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
દિલ્લીમાં પ્રતિબંધોમાં છૂટછાટ
દિલ્લીમાં સોમવારથી પ્રતિબંધમાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તો લોકડાઉનના પ્રતિબંધ સાત જૂન સુધી ચાલું રહેશે. ડીડીએમએ મોજૂદા લોકડાઉનને એક સપ્તાહ વધારી દીધું છે. લોકડાઉન દરમિયાન બાંધકામના કામ ચાલુ રાખવા પરવાનગી અપાઇ છે. તેના માટે કામદારોએ ઇ-પાસ આપશે.
મધ્યપ્રદેશમાં શું છે પ્રતિબંધની સ્થિતિ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે કહ્યું કે, રાજ્યમાં કોરોના કર્ફ્યૂના પ્રતિબંધોમાં એક જૂનથી તબક્કાવાર છૂટ આપ્યાં હોવા છતાં પણ આવતા સપ્તાહ આખા પ્રદેશમાં લોકડાઉન લાગૂ કરાયું છે. ચોહાણે ગામ, બ્લોક, વોર્ડ અને જિલ્લા સ્તરની આપદા પ્રબંઘન સમિતિએ શનિવાર સાંજે ડિજિટલ બેઠકમાં જાહેરાત કરી હતી કે. ઓછા સંક્રમિત જિલ્લામાં અનલોક માટે અલગ અલગ દિશા નિર્દેશ જાહેર કરાયા છે. તો હિમાચલ પ્રદેશ સરકારે પ્રતિંબંધ શુક્રવારે સાત જૂન સુધી વધારવાની જાહેરાત કરી છે.
પૂર્વાત્તરના કેટલાક રાજયો પ્રતિબંધોની સમયસીમામાં વધારો
પૂર્વાત્તરના કેટલાક રાજ્યોમાં પણ પ્રતિબંધો વધારવાની જાહેરાત કરાઇ છે. નાગાલેન્ડમાં 11 જૂન સુધી લોકડાઉન રહેશ. અરૂણાચલ પ્રદેશના સાત જિલ્લામાં સાત જૂન સુધી પ્રતિબંધ રહેશે. તો મણિપુર સરકારે 11 જૂન સુધી પ્રતિબંધોને વધાર્યો છે. મિઝોરમે કેટલાક જિલ્લામાં 6 જૂન સુધી પ્રતિબંધ વધાર્યો છે. મેઘાલય સરકારે ઇસ્ટ ખાસી હિલ્સમાં એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન વધાર્યું છે.