શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારીની અસર કયા લોકોને સૌથી ઓછી થઇ છે? WHO જાહેર કર્યો ચોંકાવનારો રિપોર્ટ
રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં 20 વર્ષની ઉંમરના લોકો 10 ટકાથી પણ ઓછા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે 0.2 ટકાથી ઓછા 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોના કૉવિડ-19ના કારણે મોત થયા છે
નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાના ખતરાને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે. ડબલ્યૂએચઓના મતે કોરોના મહામારીથી બાળકો બહુ ઓછા પ્રભાવિત થયા છે. રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં 20 વર્ષની ઉંમરના લોકો 10 ટકાથી પણ ઓછા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે 0.2 ટકાથી ઓછા 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોના કૉવિડ-19ના કારણે મોત થયા છે.
WHOના મુખ્ય ડૉક્ટર ટેડ્રૉસ અઘાનોમ ધેબ્રેયેસુસને કહ્યું કે, અમે જાણીએ છીએ કે કોરોના વાયરસ બાળકોનો જીવ લઇ શકે છે. પરંતુ સંક્રમણના ઓછા કેસો નોંધાયા છે. તેમને એ પણ કહ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત થનારા અને તેનાથી મરનારાઓની સંખ્યા ખુબ અંતર છે. કોરોનાની ઝપેટમાં આવનારા બાળકોને સંભવિત લાંબો સમય સુધી સ્વાસ્થ્ય પર પ્રભાવ નથી પડતો. જોકે, બાળકો પર વાયરસનો સૌથી ગંભીર પ્રભાવ ઓછો જ જોવા મળ્યો છે. તેમને કહ્યું કે બાળકો અને યુવાઓમાં મહામારીનો ખતરો અને મોતના આંકડાને સમજવા માટે વધારાના રિસર્ચની જરૂર છે.
ડબલ્યુએચઓનુ કહેવુ છે કે બાળકો અને કિશોરો પર અલગ અલગ રીતે કોરોના વાયરસનો પ્રભાવ દેખાયો છે. ડબલ્યૂએચઓ પ્રમુખે કેટલાય એવા દેશોનુ ઉદાહરણ આપ્યુ છે જ્યા ન્યૂટ્રિશન અને પ્રતિરક્ષાની સેવાઓ બાધિત થઇ ચૂકી છે, તેમને બાળકોના હવાલાથી કહ્યું કે તેમની સુરક્ષાની જવાબદારી માત્ર સરકાર અને પરિવારે ઉઠાવવી જોઇએ. તેમની સાથે સમાજમાં સારુ વર્તન કરવુ જોઇએ. જ્યાં સ્કૂલ હજુ સુધી ખોલવામાં નથી આવી, ત્યાં ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા શિક્ષણ પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઇએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement