શોધખોળ કરો
બિહારમાં સુશીલ મોદી જેવા દિગ્ગજને હટાવીને નાયબ મુખ્યમંત્રી બનાવાયાં એ રેણુ દેવી કોણ છે ? કઈ રીતે લાગી ગઈ લોટરી ?
પ્રથમ વખત 1995માં નૌતન વિધાન સભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા.
![બિહારમાં સુશીલ મોદી જેવા દિગ્ગજને હટાવીને નાયબ મુખ્યમંત્રી બનાવાયાં એ રેણુ દેવી કોણ છે ? કઈ રીતે લાગી ગઈ લોટરી ? Who is Renu Devi, who was removed from the post of Deputy Chief Minister of Bihar? બિહારમાં સુશીલ મોદી જેવા દિગ્ગજને હટાવીને નાયબ મુખ્યમંત્રી બનાવાયાં એ રેણુ દેવી કોણ છે ? કઈ રીતે લાગી ગઈ લોટરી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/17163559/renu-devi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પટનાઃ બેતિયા શહેરના સુપ્રિયા રોડ નિવાસી અને બેતિયાથી જ ભાજપના ધારાસભ્ય રેણુ દેવીએ રાજનીતિક સફર દુર્ગાવાહિનીથી કરી હતી. ઇન્ટરમીડિએટ અને બીએ છેલ્લા વર્ષ સુધી શિક્ષણ મેળવનાર નોનિાય સમાજની રેણુ દેવીની હિન્દી, અંગ્રેજી, ભોજપુરી અને બાંગલા ભાષા પર સારી પકડ છે .
01 નવેમ્બર 1959ના રોજ જન્મેલ રેણુ બાળપણથી આરએસએસ સાથે જોડાયેલી છે. 1981માં સામાજિક જીવનમાં પદાર્પણ થયું. ચંપારણ અને ઉત્તર બિહારના કાર્યક્ષેત્ર બનીને સ્વયંસેવક ગ્રુપની મહિલાઓના હકની લડાઈ શરૂ કરી. 1988માં ભાજપ દુર્ગાવાહિનીની જિલ્લા સંજોયક બની. એ દરમિયાન રામ મંદિર આંદોલનમાં અંદાજે 500 મહિલા કાર્યકર્તાઓની સાથે ધરપકડ થઈ. 1989માં ભાજપ મહિલા મોર્ચાની અધ્યક્ષ બની. 1990માં તિરહુત પ્રમંડલમાં મહિલા મોર્ચાના પ્રભારી બન્યા. 1991માં પ્રદેશ મહિલા મોર્ચાના મહામંત્રી બન્યા. 1992માં જમ્મુ કાશ્મીર તિરંગા યાત્રામાં સામેલ થાય. 1993 ભાજપના બિહાર પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ બન્યા. 1996માં ફરી મહિલા મોર્ચાના અધ્યક્ષ બન્યા. 2014માં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.
પ્રથમ વખત 1995માં નૌતન વિધાન સભા સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા. 2000માં બેતિયા વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા અને જીત્યા. 2005 ફેબ્રુઆરી અને નવેમ્બમાં બેતિયાથી ફરીથી ધારાસભ્ય બન્યા. 2007માં બિહારના કલા સંસ્કૃતિ મંત્રી બન્યા. 2010માં પણ ધારાસભ્ય બન્યા. 2015માં કોંગ્રેસના મદન મોહન તિવારી સાથે ચૂંટણી હાર્યા. 2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર બેતિયાથી કોંગ્રેસના મદન મોહન તિવારીને હરાવ્યા. રેણુ દેવી બેટી પઢાઓ, બેટી બચાઓ અભિયાન અંતર્ગત સભ્ય તરીકે કાર્ય કરી રહી છે.
બિહારમાં નોનિયા હિંદ મલ્લાહ તુરહા આદિ જાતિનને પાર્ટીની વિચારધારા સાથે જોડી. રાષ્ટ્રીય સ્તર પર અતિ પછાતની મજબૂત જાતિઓ નોનિયા (ચૌહાણ), ઉપહારા/સાગરા, લબાના (પંજાબ), સદર સમાજ (ગુજરાત)ની વચ્ચે જઈને અલખ જગાવી અને પાર્ટી સાથે જોડ્યા. 2007માં બિહાર સરકાર તરફથી મોરિશ્યસ મોકલવામાં આવેલ ડેલિગેશનમાં સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)