શોધખોળ કરો

કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યાં છે, તો મોત કેમ વધી રહ્યાં છે, શું છે કારણ?

કોરાનાની બીજી લહેરમાં હવે ધીરે ધીરે નવા કેસમાં ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યો છે. જોકે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે.

કોરાનાની બીજી લહેરમાં હવે ધીરે ધીરે નવા કેસમાં ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યો છે. જોકે મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આંકડાં કહે છે કે ગત વર્ષની સરખામણીમાાં આ વર્ષે યુવાનોના મોતનો દર બમણો છે. દિલ્લી એનસીઆરીહોસ્પિટલના આંકડાના અધ્યયન બાદ તારણ સામે આવ્યું છે. જે ખૂબ જ ચિંતાજનક છે. 
દેશમાં 10 મેએ સંક્રમણ - 3, 88,058 હતું, જે 17 મેએ ઘટીને 3,19,437 સુધી પહોંચી ગયું. અહીં સંક્રમિત કેસની સંખ્યા તો ઘટી પરંતુ મોતના આંકડા  ચિંતાજનક છે. 10 મેએ કોવિડના થયેલા મોતની સંખ્યા જે 3,948 હતી તે 17 મેએ વધીને 4,103 થઇ ગઈ, સંક્રમિત કેસનની સંખ્યા સતત ઘટી રહી છે પરંતુ મોતનો સિલસિલો હજુ યથાવત છે. ભારતમાં હજુ પણ સરેરાશ રોજ  4 હજાર લોકોના મોત થઇ રહ્યાં છે. 

આ મુદ્દે એક્સપર્ટનો મત છે કે, જ્યારે મહામારીમાં કેસની સંખ્યા લાખોમાં હોય ત્યારે સંક્રમણની રફતાર ઘટ્યાંના 2 સપ્તાહ બાદ મોતમાં ઘટાડો થાય છે. એટલે 15 દિવસ બાદ ડેથ રેટમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. કોવિડની બીજી લહેરમાં યુવા લોકોના મોતનો આંકડો પણ ચિંતાજનક છે. ગત વર્ષની સરખામણીમાં તે બમણો છે. યુવા ડેથરેટની વાત કરીએ તો વર્ષ     2020માં 9 મહિનામાં 27 ટકા યુવા દર્દીઓ હતા. જેમાંથી 2 ટકા દર્દીના મોત થયા હતા. 2021માં 3 મહિના 27 ટકા યુવા કોવિડના દર્દીઓ જેમાંથી મૃત્યુઆંક 4 ટકા એટલે કે ગત વર્ષની સરખામણીમાં બમણો છે.

    કોરોનાની સેકેન્ડ વેવેમાં સંક્રમિત નવા કેસમા ડાઉનફોલ્સ જોવા મળી રહ્યો છે. પરંતુ વધતો જતો ડેથ રેટ કહી રહ્યો છે. સાવધાન રહો. સેકેન્ડ વેવમાં યુવાનોના ડેથરેટમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. જે ચિંતાજનક છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4194 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,0630લોકો ઠીક પણ થયા છે.   

  • કુલ કેસ-  બે કરોડ 62 લાખ 89 હજાર 290
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 30 લાખ 70 હજાર 365
  • કુલ એક્ટિવ કેસ - 29 લાખ 23 હજાર 400
  • કુલ મોત - 2 લાખ 95 હજાર 525

19 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 33 લાખ 72 હજાર 819 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget