![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: Poll of Polls)
વેક્સિન લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઇ રહ્યાં છે સંક્રમિત? જાણો એક્સપર્ટ શું કહે છે?
હાલ કોરોના વાયરસે દેશને ભરડામાં વીધો છે. આ સ્થિતિમાં વેક્સિન એક આશાનું કિરણ છે. જો કે વેક્સિન લીધા બાદ પણ લોકો સંક્રમિત થઇ રહ્યાં હોય તેવા કેસ સામે આવી રહ્યાં છે. વેક્સિનેટ લોકોનું સંક્રમિત થતાં આ મામલે એક્સપર્ટનો શું મત છે જાણીએ..
![વેક્સિન લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઇ રહ્યાં છે સંક્રમિત? જાણો એક્સપર્ટ શું કહે છે? Why Vaccinate people infected by corona virus, to know what said expert વેક્સિન લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઇ રહ્યાં છે સંક્રમિત? જાણો એક્સપર્ટ શું કહે છે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/3d283fcb17eb37dd55afd9d93f0702de_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહામારીના આ સમયમાં વેક્સિન એક આશાનું કિરણ છે જો કે વેક્સિનેટ લોકો સંક્રમિત થયાં લોકોમાં સવાલ ઉભા થઇ રહ્યાં છે કે આખરે વેક્સિનેશન બાદ પણ જો સંક્રમણ લાગતું હોય તો વેક્સિનેટ થયાનો શું ફાયદો. આ મુદ્દે એકસપર્ટે કેટલાક કારણો રજૂ કર્યાં છે.
વેક્સિનેટ સંક્રમિત થાય તો વેક્સિન શા માટે?
- વેક્સિન લીધા બાદ સંક્રમણ લાગે તો મોટાભાગના કેસમાં જીવલેણ સાબિત નથી થતું
- વેક્સિન લીધા બાદ સંક્રમણ લાગે તો તે ઘાતક નથી નિવડતું અને જલ્દી રિકવરી આવે છે
વેક્સિનેટ કેમ થાય છે સંક્રમિત
- વેક્સિન લીધા બાદ સંક્રમિત થવાનું પહેલું કારણ એ છે કે, હાલ વાયરસમાં મ્યુટેશન વધુ છે.
- હાલ જે વેક્સિન આપવામાં આવી રહી છે, તે વાયરસના મ્યુટેશન સામે એટલી પ્રભાવી નથી.
- વેક્સિન બાદ પણ સંક્રમિત થયાના અનેક કારણો હોઇ શકે છે.
- એક કારણ તે પણ છે કે, પયાપ્ત એન્ટીબોડી નથી બની રહી
- જો એન્ટીબોડીના કારણે આવું બનતું હોય તો તેના પણ અનેક કારણો છે.
આ કારણે પણ થાય છે સંક્રમિત
કોવિડ એક્સપર્ટ ડો અશુમાને કહ્યું કે, આજે જે વેક્સિન આપવામાં આવી રહી છે. તે ઇન્ટ્રામસ્કુલર ઇંજેકશન છે. જે માંસપેશીમાં આપવામાં આવે છે. જે બ્લડમાં પહોંચીને વાયરસ સામે લડવા એન્ટીબોડી બનાવે છે.
આ વેક્સિન મુખ્ય રીતે બોડીમાં બે રીતે એન્ટીબોડી બનાવે છે. પહેલું ઇમ્યૂનોગ્લોબિન-M, જેને મેડિકલની ભાષામાં IGM કહેવાય છે. બીજું ઇમ્યૂનોગ્લોબુલિન-G બનાવે છે. આ બહું લાંબા સમયથી શરીરમાં રહે છે. આ IgGથી કોરોના વાયરસની સંભવિત ઇમ્યુનિટીની ઓળખ થાય છે. જે એન્ટી બોડી આપણા બ્લડમાં મોજૂદ હોય છે અને કોઇ નવું સંક્રમણ આવે તો તેની સામે એક્ટિવ થઇ જાય છે.
ઉપરાંત એક વધુ ઇમ્યુનોગ્લોબિન A હોય છે. જેને IgA કહેવામાં આવે છે. તે હોવું પણ જરૂરી છે. જો કે કે એન્ટીબોડી મ્યુકોઝામાં બને છે. એટલે કે નાક, મોં, ફેફસાં, આંતરડાની અંદર એક ખાસ પ્રકારની લાઇનિંગ હોય છે. તેના પર તે વાયરસને ચિપકવા નથી દેતી. હાલ જે કોરોના વેક્સિન બની રહી છે. તેમાં IgA કેટલું છે. તેની જાણ નથી.
વેક્સિનેટનો આ કારણે પણ રિપોર્ટ પોઝિટિવ આવે છે
કોરોનાનો રિપોર્ટ નાકના સેમ્પલથી લેવાય છે. જે વેકિસન અપાઇ રહી છે. તેમાં એન્ટીબોડી બ્લડમાં બને છે. નાકની પાસે મ્યુકોઝમાં નથી. તેથી નાકના મ્યુકોઝામાં વાયરસ ચોંટી જાય છે તેથી તે પોઝિટિવ આવે છે. જો કે તે બ્લડમાં પ્રવેશ નથી કરતો કારણ કે બ્લડમાં એન્ટી બોડી તેની સામે લડવા એક્ટિવ હોય છે. આ જ કારણ છે કે, વેક્સિનેટ થયા બાદ પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ તે ઘાતક નથી નિવડતું. વેક્સિન લેવાનો આ મોટા ફાયદો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)