(Source: Poll of Polls)
60 ચેનલ, 12થી વધુ ભાષા... Prasar Bharatiએ લોન્ચ કર્યું OTT પ્લેટફોર્મ, નેટફ્લિક્સ-જિયો સિનેમાને આપશે ટક્કર?
પ્રસાર ભારતીએ 55મા IFFI ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે
Prasar Bharati Launches OTT Platform: પ્રસાર ભારતીએ 55મા IFFI ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. વેવ્ઝ નામના આ પ્લેટફોર્મમાં 65 લાઈવ ચેનલો સહિત અનેક સુવિધાઓ હશે.
Prasar Bharati launches the #WAVES #OTT platform at #IFFI !
The platform aims to revive nostalgia while embracing modern digital trends by offering a rich mix of classic content and contemporary programming #IFFI2024 #IFFI55
(1/3) pic.twitter.com/3l3DlRNSE4— PIB India (@PIB_India) November 20, 2024
પ્રસાર ભારતીએ તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને OTT પ્લેટફોર્મની શરૂઆત વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે- 'પ્રસાર ભારતીએ IFFI ખાતે WAVES OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું! પ્લેટફોર્મનો ટાર્ગેટ અને કન્ટેમ્પરેરી પ્રોગ્રામિંગનું સમૃદ્ધ મિશ્રણ ઓફર કરીને એડવાન્સ ડિજિટલ વલણોને અપનાવીને જૂની યાદો તાજી કરવાનો છે.
પ્રસાર ભારતીનું OTT પ્લેટફોર્મ આ સુવિધાઓથી સજ્જ હશે
પોસ્ટમાં પ્રસાર ભારતીએ વેવ્સની સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી છે. વેવ્ઝમાં વિડિયો ઓન ડિમાન્ડ, ફ્રી-ટુ-પ્લે ગેમિંગ, રેડિયો ઓનલાઈન સ્ટ્રીમિંગ, લાઈવ ટીવી સ્ટ્રીમિંગ, 65 લાઈવ ચેનલ્સ, વીડિયો અને ગેમિંગ કન્ટેન્ટ હશે. આ સુવિધાઓ 12 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ હશે. પ્રસાર ભારતી અનુસાર, વેવ્ઝનો ડિજિટલ અનુભવ અદ્યતન અને અનુભવ-મૈત્રીપૂર્ણ યુઝર ઇન્ટરફેસ સાથે ભારતીય સિદ્ધાંતોને જોડે છે.
શું વેવ્સ નેટફ્લિક્સ-જિયો સિનેમાને ટક્કર આપશે?
OTTના આ યુગમાં OTT પ્લેટફોર્મની ભરમાર પહેલેથી જ છે. Netflix, Jio Cinema, Prime Video, Disney Plus Hotstar, Zee5 અને Sony Liv જેવા OTT પ્લેટફોર્મ સબ્સ્ક્રિપ્શન સાથે લોકોની પસંદ બન્યા છે. તાજેતરમાં Jio સિનેમા અને Hotstar એકસાથે મર્જ થઈ JioStar.com બની ગયા છે. હવે માર્કેટમાં વેવ્ઝની એન્ટ્રી બાદ આ OTT પ્લેટફોર્મ માટે સ્પર્ધા વધી છે.
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત