શોધખોળ કરો
Advertisement
શું આખા દેશમાં સરકારી સ્કૂલોનું ખાનગીકરણ કરવામાં આવશે? મોદી સરકારે શું આપ્યો જવાબ, જાણો વિગતે
સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ આ મામલે ખુલાસો કર્યો છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં અનેક પ્રકારના અહેવાલો વાયરલ થઈ રહ્યા છે. ઘણી વખત લોકો માટે એ મુશ્કેલ થઈ જાય છે કે વાયરલ થઈ રહેલ અહેવાલ સાચો છે કે ખોટો અને આ જ કારણે તે પણ સમજ્યા વિચાર્યા વગર આ અહેવાલને શેર કરતા રહે છે. પરંતુ કોઈપણ વાયરલ થઈ રહેલ અહેવાલની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી લોકોમાં કોઈ ભ્રમ ન ફેલાય. હાલમાં જ એક અહેવાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર દેશમાં સરકારી સ્કૂલોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અહેવાલ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં પણ બતાવવામાં આવ્યો છે.
આ અહેવાલની તપાસ કરતાં ખબર પડી કે આ અહેવાલ બિલકુલ નકલી છે. જ્યારે સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ આ મામલે ખુલાસો કર્યો છે. સરકારના પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા એક ટ્વીટ કરીને આ અહેવાલને ફગાવી દેવામાં આવ્યો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે. વાયરલ થઈ રહેલ મેસેજમાં જે દાવો કરવામાં આવ્યો છે કે ખોટા સમાચાર છે. સરકાર દ્વારા સરકારી સ્કૂલોના ખાનગીકરણને લઈને આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.दावा:- कुछ मीडिया रिपोर्ट्स के अनुसार दावा किया जा रहा है कि पूरे देश में सरकारी स्कूलों का निजीकरण होगा.#PIBfactcheck:- यह दावा फर्जी है, सरकार द्वारा सरकारी स्कूलों के निजीकरण को लेकर ऐसा कोई निर्णय नहीं लिया गया है.#FakeNews pic.twitter.com/2sqAImRSyQ
— PIB Fact Check (@PIBFactCheck) August 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement